________________
४४४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હિતનો ઉપાય ક્યાંથી સૂઝે? નિજસ્વરૂપની રુચિ વિના અને પોતાની ભૂલની ખબર પડ્યા વિના તે ગમે તેટલી ક્રિયા કરે, ગમે તેટલાં શાસ્ત્ર ભણે; પણ તેની ભૂલ ભાંગતી નથી અને તેનું કલ્યાણ થતું નથી. ધર્મની વાતો કરે કે શુભ પ્રવૃત્તિ કરે, પણ તેના અંતરમાં ભોગલાલસા અને માનાદિની તૃષ્ણા હોવાથી તેને ક્યારે પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરનો આશ્રય છોડી સ્વભાવનો આશ્રય કરવો તે ધર્મ છે, પરંતુ મતાર્થી શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતો નથી અને માનાદિમાં અટવાઈ જાય છે, તેથી તેનો પુરુષાર્થ નિષ્ફળ જાય છે. જો જીવ યથાર્થ કારણ આપે તો કાર્ય થાય જ. સ્વભાવ તરફનો પ્રયત્ન કરે અને આત્માનું કાર્ય ન થાય એમ બને નહીં. પ્રયત્ન સંસારનો કરે તો મોક્ષનું કાર્ય કેવી રીતે થાય? જ્ઞાન અને રુચિનો અંતર્મુખી ઉત્સાહ મોક્ષનું સાધન છે. તેના બળે મિથ્યાત્વાદિ ક્ષણે ક્ષણે તૂટતા જાય છે. અંતરની રુચિપૂર્વક ભેદજ્ઞાનનો અભ્યાસ કરે તો સ્વરૂપ પ્રાપ્તિ થયા વિના રહે નહીં. આત્માનો નિર્ણય કરી, ઉપયોગને અંતર્મુખ કરતાં કાર્ય સિદ્ધ થાય છે.
જે જીવ મોક્ષનો કામી છે - મુમુક્ષુ છે, તેનું લક્ષ તો આત્મશુદ્ધિ તરફ હોય છે. તેની પ્રવૃત્તિ આત્મલક્ષપૂર્વકની હોય છે. ધાર્મિક પ્રવૃત્તિથી પોતાનાં ગુણો પ્રગટે છે કે નહીં, દોષ નિવૃત્ત થાય છે કે નહીં તેનું નિરીક્ષણ તે કરે છે. તે જાણે છે કે આત્મસ્વરૂપના લક્ષના અભાવના કારણે તેનો અનાદિ કાળનો પુરુષાર્થ નિષ્ફળ ગયો છે. સર્વ ક્રિયાઓ અને શાસ્ત્રો એક આત્માની ઓળખાણ અર્થે છે. આત્માની ઓળખાણ કરવી એ જ દુર્લભ મનુષ્યભવની સાર્થકતા છે. તેથી મુમુક્ષુ જીવ સ્વલક્ષે સત્સાધનની આરાધનામાં રત રહે છે અને ધ્યેયપ્રાપ્તિના માર્ગમાં થતી પોતાની પ્રવૃત્તિ અને પ્રગતિ હંમેશાં અપક્ષપાતપણે ચકાસતો રહે છે. તે સત્પરુષાર્થમાં પાછી પાની કરતો નથી અને પરિણામના સૂક્ષ્મ અવલોકન દ્વારા સ્વભાવની સન્મુખ થતો જાય છે.
મુમુક્ષુ પોતાના આત્માની ભાવના સતત ભાવે છે. પનિહારી વાતો કરવા છતાં પાણીના બેડાં ઉપરથી પોતાનું લક્ષ ચૂકતી નથી, ભરબજારમાં લોકોના કોલાહલ વચ્ચે નટ વાંસ લઈને દોર ઉપર ચડે છે ત્યારે તેનું લક્ષ દોર ઉપર ચાલવામાં જ હોય છે, તેમ સર્વ પ્રવૃત્તિ કરતાં મુમુક્ષુનું લક્ષ પોતાના આત્મા પ્રત્યે જ હોય છે. પોતાનાં દેહની અને મનની પ્રવૃત્તિઓ અને વિશેષતાઓથી ગ્લાનિ કે ગૌરવ ન પામતાં મુમુક્ષુ જીવ ‘હું અખંડ, આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું; મન, વાણી અને કાયા એ હું નથી; મન, વાણી અને કાયાથી થતાં કાર્યો એ મારાં નથી' એમ કાયાદિ સાથે પોતાનું તાદાભ્ય ન અનુભવતાં શુદ્ધ જ્ઞાયકભાવ સાથે જ પોતાનું તાદાભ્ય સ્થાપે છે. તે જ્ઞાયકસ્વભાવી આત્માની ભાવનાનું જ ઘોળણ કરે છે, તેમાં જ મગ્ન થાય છે. આ રીતે આત્મલક્ષપૂર્વક પ્રવર્તવાથી, આત્મા ઉપર દૃષ્ટિ કરીને તેમાં સ્થિરતા કરવાથી તેને પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org