________________
ગાથા-૩૭
૬૬૫
નથી કે પોતાના લક્ષ્યથી ટ્યુત થતો નથી. અણધારી રીતે આવી પડેલી આફતથી ડગ્યા વગર, અશુભ ઉદયમાં ફરિયાદ કર્યા વિના, આજ્ઞાનું દૃઢતાથી પાલન કરી તે પોતાના આત્માર્થનું કર્તવ્ય નિભાવે છે. ક્યારેક સમતા ચુકાઈ જાય તો સદ્ગુરુનાં સ્વરૂપ પ્રકાશક વચનોના અવલંબને પોતાની જાતને સાચવી લે છે. તલ્લણ જાગૃત થઈને તે આર્તધ્યાનના તીવ રસમાંથી બચી જાય છે. સદગુરના ગંભીર અને રહસ્યોથી ભરપૂર બોધથી પુષ્ટ થયેલ સમજણના આશ્રયે ચિંતાને બદલે ચિંતન પ્રગટાવી, ઉદયની અસર તે પોતા ઉપર થવા દેતો નથી. પ્રતિકૂળતા તરફનું લક્ષ છોડી તે પોતાના પૂર્ણાનંદસ્વભાવમાં સ્થિર થવાના પુરુષાર્થમાં પોતાને જોડી દે છે. આમ, આત્માર્થી પ્રતિકૂળતા આવે ત્યાં તેનાથી થાકીને પોતાના માર્ગમાં શિથિલ નથી બનતો, પણ પ્રયત્નમાં ઉગતા જ વધારતો જાય છે. અખૂટ ધૈર્યથી તે આત્માને સાધે છે.
આત્માર્થના કાર્યમાં આત્માર્થી દુનિયાની દરકાર કરતો નથી. તેને જગતમાં મહાન ગણાતી વસ્તુઓ અને વાતોનો મહિમા હોતો નથી. તેને જગતની કીર્તિની કામના કે જગતના અપમાનનો ભય હોતાં નથી. પૂજા-સત્કાર, લોકલાજ આદિનું તેના અંતરમાં કોઈ સ્થાન હોતું નથી. તે આત્મપ્રગતિમાં પ્રતિબંધક એવાં માનેચ્છા, લોકસંજ્ઞા આદિ પરિણામોને પોતામાં ઉદ્ભવવા જ દેતો નથી. તેને જગત પાસેથી કંઈ લેવું નથી. આત્માની ખુમારીમાં રહેતો હોવાથી ‘દુનિયા કેમ રાજી થશે કે દુનિયા મારે માટે શું બોલશે' એ જોવા રોકાતો નથી. આત્માર્થ સાધવામાં લોકભય, લોકનિંદા આદિથી જરા પણ ડોલાયમાન થતો નથી. લોકસંજ્ઞાની ઉપેક્ષા કરી તે આત્માર્થની સાધનામાં પ્રબળ પુરુષાર્થ સહિત પ્રવર્તે છે. આ જગતમાં પોતાનું ચૈતન્યસ્વરૂપ જ સૌથી ઉત્તમ વસ્તુ હોવાથી અને ચૈતન્યલોકને જ પોતાનો લોક માનતો હોવાથી તે વિચારે છે કે “આ ચૈિતન્યલોકથી ભિન્ન બહારનો લોક મારો છે જ નહીં, તેની કોઈ ચીજ મારી છે જ નહીં, તો પછી તેમાં કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, તેથી મને શું?'
આમ, આત્માર્થી જીવને પ્રશંસા કે નિંદાથી ફરક પડતો નથી. તેને લોક પાસેથી અપેક્ષા, પૂજા-સત્કાર આદિની ખેવના નહીં હોવાના કારણે લોકો તેના વિષે કાંઈ બોલે તો તેને હર્ષ કે શોક થતાં નથી. તે લોકોના અભિપ્રાય ઉપર આધાર રાખતો નથી. તે જાણે છે કે લોકો વખાણ કરે ત્યારે ફુલાવું અને નિંદા કરે ત્યારે નિરાશ થવું - એ બન્ને પ્રક્રિયા ખોટી છે. તે પોતાની પ્રશંસા સાંભળી સુખી થતો નથી અને પોતાની નિંદા સાંભળી દુઃખી થતો નથી, પરંતુ બન્ને પ્રસંગોમાં સ્થિર અને સમતોલપણે રહે છે. મોક્ષ સાધવાનું મહાન કાર્ય હાથમાં લીધું હોવાથી તે માનાદિ જેવા તુચ્છ ભાવોમાં અટકતો નથી. તે લોકોની પ્રશંસા મેળવવા, જગત પાસેથી માન મેળવવા પ્રયત્ન કરતો નથી, પણ તેના સર્વ પ્રયત્નો આત્મપ્રાપ્તિ અર્થે જ હોય છે. શ્રીમદ્ લખે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org