________________
૬૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ ના આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.'
આત્માર્થી જીવને આત્મસ્વરૂપ સમજવાની એટલી બધી ગરજ હોય છે કે બીજા લોકો તરફથી મળતાં માન-અપમાનને તે ગણકારતો નથી. મારે તો મારા આત્માને રીઝવવો છે, મારે જગતને નથી રીઝવવું.' જગત કરતાં તેને પોતાનો આત્મા વધારે વ્હાલો લાગે છે. આત્મા આગળ જગત તુચ્છ લાગે છે. “જગત ઇષ્ટ નહીં આત્મથી' - આત્માની આવી લગનીના કારણે જગતનાં માન-અપમાનની તેને દરકાર હોતી નથી. મારે કોઈ પણ સંયોગોમાં મારા આત્માનું હિત સાધવું છે' એવું જ એકમાત્ર લક્ષ હોય છે. તેના મનમાં માનાદિની કોઈ એષણા હોતી નથી.
વળી, આત્માર્થી જીવ બહારની રિદ્ધિ-સિદ્ધિને વાંછતો નથી. તેને કોઈ રિદ્ધિસિદ્ધિની કાંક્ષા હોતી નથી. જેની પાસે ઇન્દ્રનો વૈભવ તો શું, ત્રણ લોકની વિભૂતિ પણ ભભૂતિ - રાખ સમાન છે એવી અચિંત્ય આત્મવિભૂતિની સમજણ થઈ હોય તે જીવ બહારની જડ વિભૂતિને કેમ વાંછે? મારા આત્માની રિદ્ધિ અને સિદ્ધિ સદા મારા ઘટમાં - અંતરમાં જ છે. નિજસ્વરૂપમાં જ સર્વ સંપદા ભરેલી છે' એમ અંતરની ચૈતન્યલક્ષ્મીનો લક્ષ થયો હોવાથી તેને બાહ્ય રિદ્ધિ-સિદ્ધિની મહત્તા રહેતી નથી. અંતરના ચૈતન્યવૈભવ સામે તેને બાહ્ય રિદ્ધિ-સિદ્ધિ ફક્કી લાગે છે. તેને માત્ર એક ચૈતન્યનો જ અનુભવ કરવાની ધૂન લાગી હોવાથી રિદ્ધિ-સિદ્ધિ પ્રગટાવવા ઉપર તેનું લક્ષ હોતું નથી. આમ, આત્માર્થીના મનમાં કોઈ પણ અસત્ આકાંક્ષાઓનો રોગ હોતો નથી. પરમાર્થની પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ્ય તેના અંતરમાં વ્યાપ્ત હોય છે અને તેથી તેની સર્વ વૃત્તિ-પ્રવૃત્તિમાં એ લક્ષ્યનું જ પ્રતિબિંબ પડે છે. આત્માર્થી જીવનું વલણ દર્શાવતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે –
સંસારની તેને વાસના નથી. સતનો જિજ્ઞાસુ સત્ સમીપ જ ઊભો છે; સતને પડખે જે ભાવથી ઊભો છે તેને આત્માર્થ પ્રગટ થાય જ. તે જીવ આત્માર્થી છે, તે જાણે છે કે સત્સમાગમમાં બીજું કાંઈ કરવાનું ન થાય એટલે કે પુણ્ય, વેષ, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૬૯ (પત્રાંક-૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org