________________
૩૨૨.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યક્તિ પરમાર્થના નામે જપ, તપ, શાસ્ત્રવાંચન આદિ અનેક સાધનો પોતાની મતિકલ્પનાએ કરે છે અને તેમ કરવાથી પરમાર્થ સધાય છે એમ માને છે, પરંતુ તેનું એક પણ સાધન યથાર્થ પરિણમતું નથી. તે પરમાર્થથી અજાણ હોવા છતાં, ‘હું જ સાચો', મારું જ સાચું', “માનું છું તેમ જ પરમાર્થમાર્ગ છે' ઇત્યાદિ સ્વછંદવૃત્તિના કારણે કાં તો ક્રિયાજડત્વમાં, કાં તો શુષ્કજ્ઞાનીપણામાં તે રોકાઈ જાય છે. આત્મકલ્યાણરોધક એવા આ સ્વછંદને જીવ જો પોતાના પુરુષાર્થના બળથી રોકે તો નિઃસંદેહ તેનો મોક્ષ થાય એમ સૂચવવા “તો' અને “અવશ્ય' જેવા વજનદાર શબ્દોનો પ્રયોગ શ્રીમદે આ ગાથામાં કર્યો છે. આમ, ગાથાની પ્રથમ પંક્તિમાં સ્વચ્છેદરૂપી દુષ્કર દોષને રોકવાથી મોક્ષપ્રાપ્તિની નિશ્ચિતતા બતાવી છે.
અનેક જન્મોના સંસ્કારોથી જીવમાં પોષાયેલ કુળધર્માદિનો અભિનિવેશ, આપડહાપણે ફાવે તેમ વર્તવાની ટેવ, નિરંકુશપણે વર્તવાની વૃત્તિ ઇત્યાદિ સર્વ સ્વચ્છેદ છે અને જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ હોય છે, ત્યાં સુધી સસ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ તેને દૃષ્ટિગોચર થતો નથી. સ્વચ્છેદરૂપી અંધત્વ ટળવાથી મુમુક્ષુદશા પ્રગટે છે અને મોક્ષમાર્ગ ખુલ્લો થાય છે. જે જીવ સ્વછંદ રોકે છે તે અનુક્રમે મોક્ષને, અર્થાત્ પૂર્ણ શુદ્ધ દશાને અવશ્ય પામે છે. સ્વચ્છંદ રોકી અનંત જીવો મોક્ષને પામ્યા છે અને પામશે એમ જેમનામાં રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રિદોષમાંથી એક પણ દોષ નથી એવા પરમ નિર્દોષ, પરમ પ્રમાણભૂત જિનેશ્વરદેવે પ્રકાણ્યું છે, જે દરેક જીવે લક્ષગત કરવા યોગ્ય છે.
= અનાદિ કાળથી પ્રવાહરૂપે ચાલ્યા આવતા સ્વછંદ નામના મહાદોષના વિશેષાર્થ
શષાથ| કારણે જીવને સત્ની પ્રાપ્તિ થઈ નથી. જો કે તેણે જપ, તપાદિ સાધનો કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, પરંતુ તે સર્વ સ્વચ્છેદે કર્યું હોવાથી તેનું કરેલું બધું જ વ્યર્થ ગયું છે. તેથી આ ભયંકર દોષનું સ્વરૂપ જાણી, તેને છેદવાનો ઉપાય અત્યંત આવશ્યક બને છે.
સ્વચ્છંદ એટલે સ્વ (પોતે) + છંદ (ટેવ) = પોતાની મતિ અને ઇચ્છાએ વર્તવાની ટેવ. અનાદિ કાળથી જીવ ઇચ્છાનુસાર વર્યો છે. તેણે પોતાની ઇચ્છાને જ આગળ કરી છે અને પોતે જે કરે છે તે જ યોગ્ય છે એવું માનતો આવ્યો છે. આપડહાપણે નિરંકુશપણે વર્તવાનું તેને સારું અને સારું લાગે છે અને તેથી તે પોતાની હઠ છોડવા તૈયાર થતો નથી. પોતાની કલ્પનાએ વર્તવું જ તેણે રૂડું જાણ્યું છે. પોતાની મતિકલ્પનાએ ધાર્મિક ક્રિયાઓ તથા શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં “મને બધું ખબર છે', મને બધું આવડે છે' એવો તેને પોતાના વિષે અભિપ્રાય બંધાય છે. હું જાણું છું', “હું જાણું છું તે જ યથાર્થ છે', ‘હું કહું તેમ જ કરવા યોગ્ય છે' એવાં અભિમાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org