________________
ગાથા
ગાથા ૧૪માં કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગુરુનો નિરંતર સમાગમ ન મળતો હોય ભૂમિકા ત્યારે આત્માર્થી જીવે, શ્રી સદ્ગુરુએ જે શાસ્ત્રો વાંચવા-વિચારવાની આજ્ઞા કરી હોય તે શાસ્ત્રો સર્વ પ્રકારના મતમતાંતર છોડી દઈ, માત્ર સ્વરૂપપ્રાપ્તિના લક્ષે નિત્ય વિચારવાં ઘટે.
ગાથા
આમ, ગાથા ૧૪મી સુધી શ્રીમદે સ્પષ્ટપણે દર્શાવ્યું કે મોક્ષમાર્ગ પ્રત્યક્ષ સદ્ગુરુને આધીન છે, અર્થાત્ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તવામાં જ જીવનું કલ્યાણ છે. ભક્તિપ્રધાનદશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષો સુગમપણે વિલય પામે છે એવો જ્ઞાનીપુરુષોનો પ્રધાન આશય શ્રીમદ્ હવે પછીની ચાર ગાથામાં દર્શાવે છે.
.
સ્વચ્છંદવર્તનામાં કલ્યાણ નથી અને સ્વચ્છંદરોધથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ બતાવતાં શ્રીમદ્ પ્રકાશે છે
૧૫
રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.' (૧૫)
Jain Education International
અર્થ
જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ ‘સ્વચ્છંદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. (૧૫)
For Private & Personal Use Only
વીતરાગમાર્ગની પ્રાપ્તિને રોકનાર સૌથી વધુ પ્રતિબંધક એવો જીવનો ભાવાર્થ ‘સ્વચ્છંદ' નામનો મહાદોષ છે. આ દોષ જીવને અનેક પ્રકારે અનુચિત પ્રવૃત્તિમાં રોકી રાખતો હોવાથી તે સંસારપરિભ્રમણનું કારણ બને છે. જેણે સંસારના પ્રતિપક્ષરૂપ મોક્ષ પામવો હોય તેણે સ્વચ્છંદ રોકવો જોઈએ. જે આ સ્વચ્છંદ નામના દોષને રોકે છે, તે અવશ્ય મોક્ષને પામે છે. સ્વચ્છંદ એટલે પોતાની ઇચ્છાએ વર્તવાની ટેવ, પોતાના ડહાપણે ચાલવાની વૃત્તિ, પોતાને ગમતું હોય એ પ્રમાણે વર્તવાની ઇચ્છા. મનમાન્યું કરવું જીવને એટલું બધું વહાલું લાગે છે કે તે રોકવા માટે તેણે ઘણું બળ વાપરવું પડે છે. જીવનો સ્વચ્છંદ અનાદિ કાળથી પ્રવાહરૂપે ચાલ્યો આવતો હોવાથી તે એટલો બધો બળવાન થઈ ગયો છે કે તેને રોકવો અત્યંત દુષ્કર છે. તેના સદ્ભાવમાં થતી કોઈ પણ ધર્મપ્રવૃત્તિ મોક્ષનું કારણ બની શકતી નથી. સ્વચ્છંદી
www.jainelibrary.org