________________
ગાથા-૧૪
૩૧૩ સુખ-દુઃખની પરિસ્થિતિ પ્રત્યે અને અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો પ્રત્યે ઉદાસીન થતો જાય છે, અન્ય સંકલ્પ-વિકલ્પ ઘટતા જાય છે અને તેની વૃત્તિ આત્મમય રહે છે. પરિણામે તેને અનુભવાત્મક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે વાંચન-શ્રવણ, ચિંતન અને ભાવનાના ક્રમે સુપાત્ર જીવનું જ્ઞાન આગળ વધતાં વધતાં સ્વાનુભવ સુધી પહોંચે છે અને અંતે એ જ્ઞાન સહજ દશામાં પરિણમે છે. સદ્ગુરુની આજ્ઞાનુસાર સત્શાસ્ત્રના આધારે, આત્મતત્ત્વના પરોક્ષ જ્ઞાનમાંથી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાનો આ ક્રમ છે.
આમ, પરોક્ષ જ્ઞાન એક વાર વાંચવાથી કે સાંભળવાથી પ્રત્યક્ષ જ્ઞાનમાં પરિણમતું નથી. પરોક્ષ જ્ઞાનને પરિપક્વ કરવા માટે તેનું રટણ નિત્ય કરવું જરૂરી છે. પરોક્ષ જ્ઞાનના અભ્યાસ વિના પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી. પરોક્ષ જ્ઞાનના અભ્યાસવાળો જીવ ચિત્તને આત્મસન્મુખ કરવા માટે આત્મવિચારનો નિરંતર અભ્યાસ કરે છે. જો નિરંતરતા ન રહે તો ફક્ત મનની ઉપર ઉપરની ગંદકી જ સાફ થાય છે, નિર્મળતા ઊંડાણ સુધી વ્યાપી શકતી નથી. જેટલું સાતત્ય તેટલું વધુ ઊંડાણ, તેટલી વધુ નિર્વિકારતા અને તેટલી વધુ શાંતિ. માટે મોક્ષમાર્ગમાં અભ્યાસનું સાતત્ય એ જ સફળતાની ચાવી છે. વારંવાર વિચારણાના અભ્યાસ પછી જ એ જ્ઞાન ફળે છે. નિરંતર આત્મભાવના ભાવતાં દર્શનમોહનો અનુભાગ (રસ) મંદ પડતો જાય છે અને આત્મભાવનામાં એકાગ્રતાસ્થિરતા સધાતી જાય છે. આત્માની ધૂન લાગતાં વિકલ્પાત્મક ધ્યાનની પ્રાપ્તિ થાય છે અને કોઈક ધન્ય પળે આત્માના વિકલ્પોને પણ ઓળંગી જઈ, નિર્વિકલ્પ સમાધિ પ્રગટતાં સુપાત્ર જીવને આત્માનું સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. ચિત્તવૃત્તિપ્રવાહ ચૈતન્યસત્તામાં સ્થિર થતાં અપૂર્વ આનંદની પ્રાપ્તિ થાય છે. આમ, સગુરુએ આજ્ઞા કરેલ શાસ્ત્રો અવગાહવાથી, નિત્ય વિચારવાથી આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન સંપ્રાપ્ત થતું હોવાથી, સપુરુષો વિચારશક્તિનો સદુપયોગ કરવાની ભલામણ કરે છે. શ્રીમદ્ પ્રકાશે છે –
સપુરુષનાં વચન વગર વિચાર આવતો નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહીં; વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી પુરુષનાં વચનો વારંવાર વિચારવાં.”
સુપાત્ર જીવે પોતાના મનને સત્શાસ્ત્રનાં વાંચન, વિચાર, ચિંતન, મનન તથા નિદિધ્યાસનમાં જ નિરંતર રોકી રાખવું યોગ્ય છે. અનાદિની ટેવના કારણે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જતો હોવાથી તેણે પોતાના મનને શુદ્ધાત્મસ્વરૂપ પ્રત્યે વારંવાર વાળવું જરૂરી છે. જ્ઞાનીપુરુષનાં વચનોની વિચારણા કરવાથી આ કાર્ય સિદ્ધ થાય છે. અનાદિ કાળથી દેહમાં દઢ થઈ ગયેલો આત્મબુદ્ધિરૂપ સંસ્કાર બદલાતા સમય લાગે છે, તેથી આત્મામાં હુંપણું દઢ કરવા અર્થે નિત્ય અભ્યાસની ખૂબ જરૂર રહે છે. વચનોનું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૫ (ઉપદેશછાયા-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org