________________
૧૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોતાની સત્તાગત શુદ્ધતાથી સંતોષાઈ ન જતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના અભ્યાસ વડે પર્યાયમાં શુદ્ધતા પ્રગટાવવા યોગ્ય છે. શુદ્ધાત્માના બોધનાં વાંચન-શ્રવણમાત્રથી શુદ્ધતાની પ્રાપ્તિ થતી નથી, પરંતુ દ્રવ્યની શુદ્ધતા લક્ષમાં રાખી, ધ્રુવ તત્ત્વમાં એકાગ્રતા કરવાથી પર્યાયની શુદ્ધતા પ્રગટે છે અને પોતાનાં અખંડ આનંદાદિ મહાગુણનિધાનના ભોક્તા બની શકાય છે.
આમ, પોતાને અસંગ અને અબદ્ધ કહેવાથી નહીં, પણ પોતાને અસંગ અને અબદ્ધ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સત્સાધનના અવલંબને ઉપયોગને અંતર્મુખ કરતાં શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે. સ્વાનુભવ વિના હું શુદ્ધ, બુદ્ધ, અસંગ, અબદ્ધ છું' એવી વાતો માત્ર પોપટપાઠ છે. જેને પોતાના સ્વરૂપનું ભાન નથી, ભેદજ્ઞાનની જાગૃતિ નથી, તેવો લક્ષ પણ નથી અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યો નથી; એવો જીવ મુખેથી નિશ્ચય વાક્યો કહેતો હોય તોપણ સારભૂત થતાં નથી. જે કથનમાત્ર નિશ્ચય વાક્યો પોકાર્યા કરે, પરંતુ ભેદજ્ઞાનની જાગૃતિ જેનામાં હોય નહીં, જાગૃતિ રહે તેવા પ્રયત્નો કરતો ન હોય કે સસાધનોને સેવતો ન હોય, તેને સિદ્ધાંતબોધ કાર્યકારી થતો નથી.
નિશ્ચયદૃષ્ટિના ભાનપૂર્વક ચિત્તને સંકલ્પ-વિકલ્પમાં તણાઈ જતું રોકી, સત્સાધન દ્વારા ઉપયોગને સ્વમાં વાળી લેવા પ્રયત્નશીલ વ્યક્તિ આત્મવિકાસ કરે છે, પરંતુ અનધિકારી વ્યક્તિ તથારૂપ પાત્રતાના અભાવે નિશ્ચયનયનાં કથનોને અવલંબીને રાગદ્વેષનો ક્ષય કરવાને બદલે જાયે-અજાણે પોતાનાં પ્રમાદ અને સુખશીલવૃત્તિનું રક્ષણ અને પોષણ કરતી રહે છે. નિશ્ચયનયનાં કથનોની અધૂરી સમજના કારણે તે માત્ર શબ્દો પકડી રાખે છે અને જીવનમાં સંયમની ઉપેક્ષા કરે છે; નિશ્ચય કેવળ વાણીમાં રાખે છે, પરંતુ તથારૂપ પરિણમન નહીં હોવાથી મોહાવેશમાં પ્રવર્તે છે. રોજિંદા જીવનવ્યવહારમાં પ્રાપ્ત અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં નિશ્ચય વાણીના આધારે ચિત્તને હર્ષશોકાદિ દ્વન્દ્રોની અસરથી જેટલા અંશે મુક્ત રાખે તેટલા અંશે નિશ્ચયદષ્ટિ તેના અંતરમાં સ્થાન પામી ગણાય. નિશ્ચયદષ્ટિની જાગૃતિપૂર્વકનું ભેદજ્ઞાન જીવનમાં દઢ કરતા રહેવાથી ચિત્ત રાગાત્મક-દ્વેષાત્મક ભાવોથી મુક્ત બની સ્વમાં ઠરતું જાય છે. પરંતુ કથનજ્ઞાની નિશ્ચય વાક્યોના પરમાર્થથી અનભિન્ન હોવાથી નિશ્ચયનાં વચનોનું અવલંબન લઈ આત્મવંચનાના વમળમાં ગોથાં ખાય છે. હું સદા અબદ્ધ, અસંગ છું, મારામાં પરનો પ્રવેશ નથી' એવાં વચનોને રટતો જાય છે અને આચારહીનતા તથા બુદ્ધિવિલાસ તરફ સરકતો જાય છે. તે સત્સાધનને છોડતો જાય છે, સદ્વ્યવહારને લોપતો જાય છે, વ્રત-તપ ત્યાગતો જાય છે, અશુભમાં પ્રવર્તન કરતો જાય છે અને સિદ્ધાંતોની આડ લઈ મોહભાવ પોષતો જાય છે. શ્રી કાનજીસ્વામી કહે છે –
ઉદય-ઉધ્ય કર્યા કરે, પ્રારબ્ધમાં હશે તે થશે, પણ આત્માનું શું થાય છે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org