________________
ગાથા-૫
૧૬૭
આમ, અવસ્થાદષ્ટિથી જોતાં આત્મામાં બદ્ધ-મુક્તાદિ ભાવો છે, પરંતુ સ્વભાવદષ્ટિથી જોતાં આત્મામાં બદ્ધ-મુક્તાદિ ભાવો નથી. આ વર્તમાન અવસ્થા અને ત્રિકાળી, નિર્મળ, શુદ્ધ સ્વભાવ - બન્નેને યથાર્થપણે જાણી, અવસ્થા તરફનું લક્ષ ગૌણ કરી, શુદ્ધ નયને મુખ્ય કરવો; તે વડે પૂર્ણ શુદ્ધાત્માની શ્રદ્ધા કરવી, તેનું જ લક્ષ કરવું અને તેમાં એકાગ અનુભવરૂપ ઠરવું, તે જ કર્તવ્ય છે. જેનાથી મુક્તપણાનો ધ્વનિ ઊઠે તે ઉપર જીવ દષ્ટિ કરે તો ‘બંધનરૂપે - પરની ઉપાધિરૂપે હું નથી' એવા સ્વતંત્ર સ્વભાવની પ્રતીતિ થાય. અવસ્થાદષ્ટિ છોડીને આત્માના ત્રિકાળી સ્વભાવનો લક્ષ કરતાં, પર્યાયમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવની સમીપ થાય છે. સ્વભાવની સમીપ થઈને એનો અનુભવ કરતાં બદ્ધપણું જૂઠું લાગે છે, કલ્પના લાગે છે. સ્વભાવના ભાનમાં ઊભા રહીને જોનારાને ભવ દેખાતો નથી. એકરૂપ સ્વભાવની દૃષ્ટિમાં પોતે અનંત જ્ઞાનાનંદ સ્વભાવે પૂર્ણ પુરુષાર્થથી ભરેલો છે, તેની હા પાડતાં તેનો અનંતો સંસાર તૂટી જાય છે. કર્મના સંયોગવાળી અવસ્થા હોવા છતાં શ્રદ્ધામાં નિષેધ થતાં જીવ દૃષ્ટિ અપેક્ષાએ મુક્ત થાય છે. પછી ચારિત્રની અપેક્ષાએ પુરુષાર્થની નબળાઈરૂપ જે અલ્પ અસ્થિરતાનો રાગ હોય, તેની પ્રતીતિના જોરે અભાવ થાય છે. જેમ દાબડીમાં હીરો પડ્યો છે તે મુક્ત જ છે. દાબડી દાબડીમાં અને હીરો હીરામાં છે એમ માનવું તે શ્રદ્ધા અપેક્ષાએ મુક્તિ છે; અને દાબડીમાંથી હીરો ઉપાડી લેવો તે ચારિત્ર અપેક્ષાએ મુક્તિ છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મસ્વરૂપ જાણી, વર્તમાન અવસ્થામાં રાગ, દ્વેષ અને કર્મનું નિમિત્ત તથા દેહનો સંયોગ હોવા છતાં અવસ્થાને ગૌણ કરી, અસંયોગી મુક્ત જ્ઞાયકસ્વભાવને તેના પરમાર્થસ્વરૂપે જોવો-માનવો તે શ્રદ્ધા અપેક્ષાએ મુક્તિ; અને સ્વભાવના જોરે એકાગ્રતાથી વિકારનો નાશ કરતાં શુદ્ધ, પૂર્ણ આત્માની પ્રાપ્તિ થવી તે ચારિત્ર અપેક્ષાએ મુક્તિ. જેમ હીરો પ્રથમથી જ દાબડીથી અને દાબડીના મેળથી જુદો હતો, તેથી તે જુદો થઈ શકે છે; તેમ આત્મા સ્વભાવે દેહાદિ તથા રાગાદિથી જુદો હતો તો તેને જુદો જાણી-માની, સ્વભાવમાં સ્થિરતા કરવાથી તે જુદો થઈ શકે છે. તેથી પ્રથમ જ “મુક્ત છું, પૂર્ણ છું, શુદ્ધ છું' એવા સ્વાશ્રિત નિર્ણયનું જોર પ્રગટાવવા યોગ્ય છે. ‘ત્રિકાળી મુક્તસ્વભાવી છું, સંયોગપણે કે વિકારપણે નથી' એમ મુક્ત સ્વભાવનો સ્વીકાર કરતાં અનંતો સવળો પુરુષાર્થ થાય છે. અંતરદૃષ્ટિથી મુક્ત સ્વભાવમાં એકાગ થતાં અલ્પ કાળમાં વિકારથી મુક્તિ થાય છે.
| ‘આત્મા સર્વથા શુદ્ધ છે' એમ સ્વીકારીને કોઈ બેસી રહે, પરંતુ શુદ્ધ સ્વભાવ અને અશુદ્ધ પર્યાયનો વિવેક ન કરે તો તેને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. આત્મવસ્તુ માત્ર દ્રવ્યરૂપ નથી, પરંતુ દ્રવ્ય, ગુણ તથા પર્યાય એ ત્રણ સ્વરૂપ છે. દ્રવ્યરૂપે જીવ શુદ્ધ જ છે, પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા છે તેનો સ્વીકાર કરી, તેને ટાળવાનો પ્રયત્ન કરવા યોગ્ય છે. ફક્ત દ્રવ્યની શુદ્ધતાથી સંતોષ માની લેવાથી કલ્યાણ થતું નથી. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org