________________
ગ્રંથસર્જન
૩૩
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રતિપાદન શૈલી જોતાં તેમાં કશે પણ શબ્દાડંબર કે વાગ્વિલાસ દેખાતો નથી. આ સૂત્રાત્મક કૃતિમાં એક પણ શબ્દ નકામો નથી, એક પણ નિર્દેશ કડવાશ કે આવેશયુક્ત નથી, એક પણ વચન નિષ્પક્ષપાતતાહીન કે વિવેકવિહીન નથી. તેના શબ્દ શબ્દ માત્ર સ્વાત્માનુભવી મહાત્માના અંતરમાંથી સ્વયમેવ સ્ફરેલી શ્રતધારાનાં દર્શન થાય છે. જેમ ગંગા નદીનો સ્રોત જોવાથી આંખ ઠરે છે, ચિત્ત શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે; તેમ શ્રીમન્ના નિર્મળ અંતરમાંથી પ્રવહતી આ પ્રશમરસથી પરિપૂર્ણ, “ચાતું' મુદ્રાથી અલંકૃત ૧૪૨ ગાથાઓની અપૂર્વ કૃતિ પઠન કે શ્રવણ કરનારના આત્માને શાંતિ અને શીતળતા, પ્રસન્નતા અને પવિત્રતા બક્ષે છે. આબાલગોપાલ સર્વને સ્વયોગ્યતા પ્રમાણે પરમ ઉપકારી થઈ શકે એવી ચમત્કૃતિ તથા આત્માને સ્પર્શતા સર્વ મુદ્દાઓનું ક્રમબદ્ધ, તર્કસંગત નિરૂપણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને જૈન તેમજ જૈનેતર આત્મવિષયક ગ્રંથોમાં અત્યંત મહત્ત્વનો અને ઉચ્ચ કોટિનો દરજ્જો અપાવે છે. મત, દર્શન, સંપ્રદાય, વાડા, જાતિ આદિના આગ્રહથી ઉપર ઊઠીને સર્વગ્રાહી શૈલીથી લખાયેલો આ ઉત્તમોત્તમ ગ્રંથ આધ્યાત્મિક સાહિત્યમાં અમર સ્થાન લેવા સર્જાયેલો છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
ગુરુચરણને 'ઉપ' - સમીપે “નિષદ્' - બેસી તત્ત્વનું શ્રવણ કરતા શિષ્યને પ્રાપ્ત થતી ઉપનિષદોનું સ્મરણ કરાવે એવી, આ ગુરુશિષ્યસંવાદથી આત્મસિદ્ધિ પ્રકાશતી આત્મસિદ્ધિ ખરેખર ! આત્માની અનુપમ ઉપનિષદ્ - “આત્મોપનિષદ્' છે; સર્વ દર્શનને સન્માન્ય એવી આત્માની અનન્ય ગીતા છે. પરમ બ્રહ્મવિદ્યાના પારને પામેલા પરબ્રહ્મનિષ્ઠ શ્રીમદ્ જેવા આર્ષદ્રષ્ટા મહાકવિ - બ્રહ્માએ સર્જેલી આ આત્મસિદ્ધિ બ્રહ્મવિદ્યાનો અર્ક (essence) છે; બ્રહ્મવિદ્યાના શબ્દબ્રહ્મનો છેલ્લો શબ્દ એવી આ આત્મસિદ્ધિ મુમુક્ષુઓને આત્માની અમૃતાનુભૂતિનો અમૃતકુંભ છે.
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૬૨૫-૬૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org