SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વળતી રજૂઆત કરી છે. ‘શિષ્ય ઉવાચ” તથા “સદ્ગુરુ ઉવાચ'ની આ તત્ત્વ-રસિક, સુભગ, ચિત્તાકર્ષક અને બોધપ્રદ શૈલી “શ્રીમદ્ ભગવદ્ગીતા'ની ‘અર્જુન ઉવાચ' તથા ‘શ્રીકૃષ્ણ ઉવાચ' શૈલીનું સહેજે સ્મરણ કરાવે છે. શ્રીમદે છ પદની ચર્ચા શ્રદ્ધાપ્રધાન નહીં પણ તકપ્રધાન બનાવી છે. સમગ્ર ચર્ચા આગમમૂલક હોવા છતાં એની સિદ્ધિ તર્કથી કરવામાં આવી છે. જેમ ભગવાન મહાવીરે તર્કપુર:સર દલીલો આપીને ગણધરોની શંકાઓનું નિવારણ કર્યું હતું, તેમ જિજ્ઞાસુના મનમાં રહેલી પદવિષયક શંકાઓનું સમાધાન પ્રથમ તર્કના બળે કરી, બુદ્ધિના સ્તરે તેને સુગ્રાહ્ય બનાવ્યા પછી જ તે પદોને સ્વીકારવાની પ્રેરણા શ્રીમદે કરી છે. તર્કશક્તિના દોરને બુદ્ધિના તલ સુધી પહોંચાડી શ્રીમદે આ શાસ્ત્રની પ્રરૂપણા વિસંગતિમુક્ત અને ન્યાયયુક્ત બનાવી છે. આ અનુપમ ગુરુશિષ્યસંવાદમાં શ્રીમદે શિષ્યમુખે વિવિધ શંકાઓ સબળતાથી ઉપસ્થિત કરી છે. શિષ્યની પ્રત્યેક શંકામાં પરમ વિનય નીતરે છે, સત્ય તત્ત્વ અંગેની અપૂર્વ જિજ્ઞાસા અને મુક્તકંઠે સત્ય સ્વીકારતી અદ્ભુત સરલતા ચમકે છે. શિષ્યની એક એક શંકાને સંપૂર્ણપણે ટાળવાની સગુરુની પૂરેપૂરી ચોકસાઈ અને ઉપયોગજાગૃતિ વાચકનું ધ્યાન ખેંચે છે તથા પૂર્ણ સહાનુભૂતિભર્યા ઉત્તર આપી શિષ્યને સન્માર્ગે ચઢાવવાની સદ્દગુરુની નિષ્કારણ કરુણા પાઠકના હૃદયને આકર્ષી લે છે. વળી, તત્ત્વચર્ચામાં રોચક દૃષ્ટાંત આપવું એ શ્રીમદ્ભી હૃદયંગમ શૈલીનું આગવું લક્ષણ છે. તત્ત્વજ્ઞાનના ગૂઢ રહસ્યને થોડા શબ્દોમાં સાદી અને સરળ ભાષામાં સમાવી દેવાની શ્રીમની આશ્ચર્યકારક શક્તિની ખાતરી પણ થાય છે. આત્માની અનુભૂતિ કરી હોય તે પુરુષના હૃદયમાંથી જ આવી અસાધારણ વાણી નીકળી શકે એવી પ્રતીતિ વાચકને થયા વિના રહેતી નથી. શ્રીમદે વીતરાગ શાસનનાં મૂળભૂત તત્ત્વોનાં ગંભીર રહસ્યોને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વણી લઈ વસ્તુસ્વરૂપનું યથાર્થ દર્શન કરાવ્યું છે. શ્રીમદે તે તત્ત્વો આગમ, યુક્તિ અને સ્વાનુભવથી સિદ્ધ કર્યા છે અને તે પ્રમાણિત કરવાની તેમની શૈલી મર્મવેધક છે, ભાવયુક્ત છે, આકર્ષક અને પ્રભાવશાળી છે. ભાષાનું સામાન્ય જ્ઞાન ધરાવનાર પણ સરળતાથી અભ્યાસ કરી શકે તેવી સુગમ ગુજરાતી ભાષાનો અને સરળ દોહા છંદનો શ્રીમદે આ ગ્રંથમાં સુંદર ઉપયોગ કર્યો છે. ઉત્કૃષ્ટ સિદ્ધાંતને અતિ સાદી ભાષામાં છતાં અસરકારક રીતે કહી શકવાના અદ્ભુત સામર્થ્યનું સુંદર દૃષ્ટાંત શ્રીમદે રજૂ કર્યું છે. આ ભાષાશૈલીના પ્રતાપે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સુદઢ ન્યાય, ઊંડું તત્ત્વરહસ્ય અને વિરલ અર્થગાંભીર્ય સરળ ભાષામાં સંમિલિત થયાં છે અને પરિણામે તેની એકેક ગાથા એવા વિસ્મયકારક સામર્થ્યથી પરિપૂર્ણ બની છે કે સુવિચારવાન જીવને જ્ઞાનલબ્ધિ પ્રગટાવામાં તે પરમ નિમિત્ત બની શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy