________________
ગ્રંથસર્જન
૩૧
વિષેનું જ્ઞાન મેળવીને કરી છે. આચાર્યશ્રી જિનભદ્રજીએ ‘વિશેષાવશ્યકભાષ્ય'માં ૧૧ ગણધરો સાથેના વાદમાં શ્રી મહાવીર પ્રભુ ગણધરોનાં મનમાં રહેલી શંકાઓનું જે નિરાકરણ કરે છે, તેનું નિરૂપણ કર્યું છે. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે “વિચારરત્નસાર ગ્રંથમાં આ જ શૈલીનો આધાર લઈ, સાધનામાર્ગમાં સહયોગી થાય એવા સવાલો સજી, તેના અનુભવસિદ્ધ જવાબો પણ સ્વયં જ આપ્યા છે.
પ્રશ્નોત્તરશૈલીનો સુંદર ઉપયોગ જૈનેતર ગ્રંથોમાં પણ અવારનવાર થતો રહ્યો છે. બૌદ્ધ ‘ત્રિપિટક" માં પણ અનેક સ્થળે વિવિધ સંવાદોની રચના કરવામાં આવી છે. જેમાંનો ગ્રીક સમાટ મિનેન્ડર અને આચાર્ય નાગસેન વચ્ચેનો સંવાદ બૌદ્ધ સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. ઉપનિષદો તથા ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'માં પણ આ પ્રકારની સંવાદાત્મક શૈલી અપનાવેલી જોવા મળે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા'માં શ્રી વ્યાસ મુનિએ અર્જુનના મુખે પ્રશ્ન મૂકી, શ્રીકૃષ્ણના મુખેથી ઉત્તર અપાવ્યા છે. શ્રી શંકરાચાર્યે ‘ઉપદેશસાહસી'માં ગુરુશિષ્યસંવાદશૈલીના આશ્રયે વેદાંતના ગૂઢ તત્ત્વોનું ગદ્યમાં વિશદ વર્ણન કર્યું છે. કવિ અખાકૃત ‘ગુરુશિષ્ય સંવાદ' એ દોહા-ચોપાઈમાં રચાયેલું સંવાદશૈલીનું કાવ્ય છે. દાસી જીવણદાસે પણ ગુરુશિષ્ય સંવાદ' લખ્યો છે. કવિ દયારામે પણ “રસિક વલ્લભ'ને ગુરુશિષ્યસંવાદરૂપે યોજ્યો છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદે પણ છ પદની તલસ્પર્શી મીમાંસા ગુરુ-શિષ્યસંવાદની વિશિષ્ટ લાક્ષણિક શૈલીથી પ્રકાશી છે. શ્રીમદે અનેક ગ્રંથોનું અવગાહન કરી, મોક્ષમાર્ગને આત્મસાત્ કરી, સર્વ જીવો ભવબંધનથી મુક્ત થાય તેવી મંગલ ભાવનાથી અને એકાંત કરુણાબુદ્ધિથી આ ગ્રંથનું સર્જન કર્યું છે. એમાં તેમણે આત્માને લગતું સર્વ આવશ્યક રહસ્ય સંપૂર્ણપણે સમાવી દીધું છે. સાધકગણ સમક્ષ આત્માનાં છ પદનું સ્વરૂપ પ્રતિપાદન કરવા શ્રીમદે શિષ્યમુખે ક્રમશઃ એક પછી એક પદ વિષેની શંકા રજૂ કરાવી, તત્પશ્ચાત્ શ્રીગુરુના મુખે તે તે શંકાઓનું સમાધાન દર્શાવ્યું છે. પ્રત્યેક પ્રશ્નોત્તર સાધનાપથ ઉપર પ્રગતિ કરાવવામાં સહાયક બને તેવા છે. જેમને તે પ્રકારની શંકા હોય છે, તેમને તેનું સમાધાન થાય છે અને આત્મવિકાસની દિશા તથા પ્રેરણા પ્રાપ્ત થાય છે. વળી, કેટલાક જીવોને તથારૂપ ચિંતન-મનનનો પ્રાદુર્ભાવ ન થયો હોય અને તેથી તત્રકારના પ્રશ્નો ઉદભવતા જ ન હોય, તેઓ માટે પણ શ્રીમદે પ્રયોજેલ આ ગુરુ-શિષ્ય વચ્ચેનો સંવાદ અધ્યાત્મમાં પ્રવેશ કરવાને એક ઉત્તમ સોપાન બને તેમ છે. યથાર્થ તત્ત્વસમજણ પામવાનો અભિલાષી અને સદ્ગુરુચરણનો ઉપાસક એવો શિષ્ય જે વિનયપૃચ્છા કરે છે, તે શંકા શ્રીમદે ‘શિષ્ય ઉવાચ' (શિષ્ય બોલ્યો) એવા પદના નિર્દેશથી પરમ અદ્ભુત ભાવવાહી શૈલીમાં રજૂ કરી છે. તેના ઉત્તરરૂપે, તે શંકાના સર્વાગ સંપૂર્ણ સમાધાનમાં “સદ્દગુરુ ઉવાચ' (સદ્ગુરુ બોલ્યા, એમ પ્રતિપદના પ્રયોગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org