________________
ગાથા-૧૬,
૩૪૩
સ્વચ્છંદી જીવનો પરપદાર્થનો બાહ્ય ત્યાગ અજ્ઞાન સહિત અને સ્વરૂપલક્ષરહિત હોવાના કારણે તે ત્યાગ અભિમાનને ઉત્પન્ન કર્યા વિના રહેતો નથી. પરમાં પોતાપણાના અધ્યાસનો ત્યાગ થયા પહેલાં તેણે પરપદાર્થનો ત્યાગ કર્યો હોવાથી બાહ્ય ત્યાગરૂપ અવસ્થામાં પોતે ત્યાગી છે તેવી અસત્કલ્પના થાય છે. લક્ષની જાગૃતિના અભાવમાં વર્તમાન ત્યાગીપણાના કારણે મળતાં લૌકિક માનમાં તે ફસાઈ જાય છે. તપ-ત્યાગ વડે મળતાં તેનાં ફળનો એટલે કે રિદ્ધિ, સિદ્ધિ અને સંયોગોની અનુકૂળતાનો તેને મોહ ઉત્પન્ન થાય છે. બાહ્ય ક્રિયાઓમાં રોકાવાના કારણે તેને અંતરશુદ્ધિનો ઉપાય સૂઝતો નથી. જો તે સદ્દગુરુનો આશ્રય રહે તો આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનો લક્ષ થતાં તેના અભિમાનનો ભાવ તૂટી જાય છે.
- સદ્ગુરુ વિના ક્રિયાઓનું સેવન કરતાં દેહની બાહ્ય ક્રિયામાં તેને પોતાપણારૂપ દેહાત્મબુદ્ધિ દઢ થાય છે. પરમાર્થમાર્ગ તો દેહાદિ પરપદાર્થની ભિન્નતા કરવા દ્વારા પ્રારંભ થાય છે. તે ચૂકીને તે ધર્મના બહાને ભેદજ્ઞાનરહિત બાહ્ય દૃષ્ટિપૂર્વક ત્યાગની દૈહિક ક્રિયામાં રહેલી આત્મનિષ્ઠાને દઢ કરે છે અને તેથી આત્મામાં આત્મબુદ્ધિરૂપ આત્મનિષ્ઠા ઉત્પન્ન થતી નથી. જો તે સગુરુનો આશ્રય કરે તો ભેદજ્ઞાનનો લક્ષ થતાં તેની દેહાત્મબુદ્ધિ સહેલાઈથી વિલય પામે અને તેની સાધના નિર્વિને આગળ વધે.
આમ, સગુરુના અવલંબન વિના સ્વચ્છેદ ક્રિયાઓ કરતાં કઈ ક્રિયા કરવી, કેટલી કરવી આદિ નિર્ણય જાતે કરવા પડે છે, માર્ગની પ્રાપ્તિ કે પ્રગતિના મૂલ્યાંકનનો શ્રમ જાતે ઉઠાવવો પડે છે. અનેક દોષોની ઉત્પત્તિના કારણે માર્ગમાં વિઘ્નો ઊભાં થતાં હોવાથી માર્ગ દુર્ગમ બને છે. દીક્ષા લીધી હોય કે ઘોર તપશ્ચર્યા કરતો હોય, પણ જો સ્વચ્છેદે પ્રવર્તન હોય તો મિથ્યાત્વ જ દઢ થાય છે. સદ્ગુરુની ઉપાસના વિના સ્વચ્છેદે ધર્મનું રહસ્ય પ્રાપ્ત નથી થતું.
આમ, પ્રત્યક્ષ સદ્ગુરુના યોગ વિના સ્વચ્છંદની નિવૃત્તિ માટે જે કોઈ ઉપાય કરવામાં આવે છે તે બુદ્ધિના વિપર્યાસ દ્વારા પ્રેરિત હોવાથી પ્રાયઃ સ્વચ્છેદવૃદ્ધિનું જ કારણ બને છે. તે સદ્ગુરુ-આજ્ઞાની ઉપેક્ષા કરતો હોવાથી તેના ધર્માચરણ પાછળ પણ અભક્તિ અને અનાદરના જ અધ્યવસાય હોય છે. આ અનાદરના અધ્યવસાયથી અસઆગ્રહ દૃઢ થાય છે. તે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે કરીને એમ માને છે કે પોતે ધર્મ કરે છે, પણ ત્યાં વાસના તો સંસારની હોય છે, તેથી વૃદ્ધિ સંસારની જ થાય છે. સદ્ગુરુના ચરણમાં સર્વાર્પણભાવે શરણતા સ્વીકારી, તેમનો આશ્રય ગ્રહણ કર્યા વિના અનેક સાધનો કરવામાં આવે તોપણ સંસારરૂપી દરિયાનો પાર આવતો નથી. ‘આત્મહિત શું છે? તે કેવી રીતે સાધી શકાય?' તેની યથાર્થ સમજણ વિના તે સાધનો તેને માટે સંસારપરિભ્રમણવૃદ્ધિનાં કારણ થઈ પડે છે. સદ્દગુરુની આજ્ઞા વિના તે બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org