________________
૩૪૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
સાધનો સંસારમાંથી તેને મુક્ત કરવાને બદલે બંધન વધારનારાં નીવડે છે.૧ આજ્ઞાપાલનથી જ મોક્ષપ્રાપ્તિ થાય છે, કારણ કે આજ્ઞામાં જ ધર્મ છે અને આજ્ઞાનો ભંગ ક૨વાથી ધર્મનો નાશ થાય છે.૨ પરંતુ જે જીવ દુર્લભ મનુષ્યદેહ મળવા છતાં સદ્ગુરુની આજ્ઞા પાળવાની દરકાર નથી કરતો અને અન્ય ઉપાયોમાં રોકાઈ જાય છે, તેનો સ્વચ્છંદ પ્રાયઃ બમણો થઈ જાય છે, તેનો કલ્યાણનો કાળ વ્યર્થ ચાલ્યો જાય છે અને તે સંસારમાં ભમે છે.
-
વિવેચન
આમ, સ્વચ્છંદ રોકવાનો એકમાત્ર ઉપાય પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ છે, કારણ કે સદ્ગુરુ સમયે સમયે શિષ્યની ભ્રાંતિ દૂર કરતા રહે છે તથા તેનો સ્વચ્છંદ રોકતા રહે છે. જેમ દવાખાનામાં હજારો દવાઓ છે અને લાખો દર્દીઓ છે. કયા રોગ ઉપર કઈ દવા હિતકારી થશે એ વાત દર્દી પોતાની મેળે જાણી શકતો નથી, પણ અનુભવી વૈદ્ય જ તે રોગીના રોગને અને દવાના ઉપચારને જાણી શકે છે. રોગી પોતાની મેળે દવાનું સેવન કરવા જાય તો હિતને બદલે નુકસાન કરે છે અને કુશળ વૈદ્યના ફરમાન મુજબ સેવન કરે તો રોગથી મુક્ત થઈને નિરોગી બને છે. તેમ સદ્ગુરુની આજ્ઞા વિના જો સ્વચ્છંદે સત્તાધનોનું સેવન કરવામાં આવે તો તે સાધન પણ જીવને સ્વચ્છંદવૃદ્ધિનું કારણ બને છે. સાધનો અનેક હોવાથી કયા જીવને કયા સાધનનું કેવી રીતે સેવન કરવાથી શ્રેયની પ્રાપ્તિ થાય છે એ વાત માત્ર સદ્ગુરુ જ જાણી શકે છે. જીવ ક્યાં અટક્યો છે? એના કલ્યાણ આડે શું નડી રહ્યું છે? વગેરે જાણી તદનુસાર તે તે દોષના મારણરૂપ આજ્ઞા શ્રી સદ્ગુરુ આપે છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ આ વિષે
લખે છે
Jain Education International
‘જ્ઞાની પુરુષ જીવના સૂક્ષ્મ દોષોને ઓળખી કાઢે છે અને પછી જીવના કલ્યાણ અર્થે તેને યુક્તિથી સમજાવે છે. જેમ કોઈ જીવ એકાંત ક્રિયા જડત્વમાં રોકાયો હોય, ૧- જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૬ (આંક-૨૬૪, કડી ૧૬,૧૭)
‘સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય?'
૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ', ગાથા ૬૭૯ની ટીકા અંતર્ગત ગાથા ૧ 'आणाए च्चिय चरणं तब्भंगे जाण किं न भग्गति |
आणं च अइक्कतो कस्साएसा कुणइ सेसं ? ।। '
૩- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ પ, કડી ૭૯ ‘ગીતારથ વિણ ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને રે; પ્રાયે ગંઠી લગે નવિ આવ્યા, તે ખૂતા અજ્ઞાને રે.'
For Private & Personal Use Only
www.jainelibrary.org