________________
ગાથા-૧૬
૩૪૫
તેમાં જ મોક્ષમાર્ગ કલ્યો હોય અને આત્માનું લક્ષ ચૂકી ગયો હોય, તેને આત્માના શુદ્ધ અવિકારી વીતરાગ સ્વભાવનું ભાન કરાવી, અક્રિય, જ્ઞાનભાવમાત્ર એવા ચૈતન્ય સ્વરૂપની દૃઢ શ્રદ્ધા કરાવી વ્યવહારાભાસ છોડાવે છે. વળી કોઈ જીવને એકાંત નિશ્ચયનો આગ્રહ થયો હોય, કથનમાત્ર જ્ઞાનની વાત કરતો હોય, પરંતુ અંતરંગમાં મોહ કષાયભાવો વર્તતા હોય, તેને ત્યાગ-વૈરાગ્યભાવની ઉપયોગિતા જણાવે છે. આમ સર્વ જીવોને સદ્ગુરુની આજ્ઞા સ્વચ્છંદ ટાળવામાં નિમિત્તકારણ થાય છે અને પરિણામે હિતનું કારણ બને છે.'૧
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, અનેક અવગુણ જાય; યોગ્ય જીવને થાય.
સહજે પ્રાપ્તિ તેહની,
Jain Education International
તેમાં મુખ્ય આ જીવને,
તેથી સાચા
વિનયનું,
સ્વચ્છંદ તે રોકાય; સ્વરૂપ ઠીક સમજાય.
માટે સદ્ગુરુ આશ્રયે, સ્વચ્છંદતા મટી જાય; અન્ય ઉપાય કર્યા થકી, કદી ન માન મરાય.
તપ જપ, વ્રત સ્વાધ્યાય ને, પ્રભુભજન ગુણ ગાય; સ્વચ્છંદે સ્વચ્છંદ તે, પ્રાયે બમણો
થાય.’૨
* * *
૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૮૧-૮૨ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૬-૨૧૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૬૧-૬૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org