________________
ગાથા-૨૫
४७७
અર્ધમાગધીમાં આપે, પરંતુ મનુષ્યો, તિર્યંચો અને દેવોને પોતપોતાની ભાષામાં તે સમજાય. એમની વાણી યોજનગામિની – એક યોજન સુધી સર્વ દિશાઓમાં પ્રસરે તેવી હોય, (૩) ભામંડલ - મસ્તક પાછળ સૂર્યસમાન તેજવર્તુળ, (૪) તેઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં ભૂમિમાં કોઈ પણ જાતનો રોગ ન હોય, (૫) લોકોમાં એકબીજા પ્રત્યે વૈર કે વિરોધ ન હોય, (૬) ઈતિ એટલે કે ધાન્ય વગેરેને હાનિ કરનાર ઉંદર, તીડ વગેરે જીવોનો ઉપદ્રવ ન હોય, (૭) મરકી ન હોય, અકાલ મૃત્યુ ન હોય, (૮) અતિવૃષ્ટિ ન હોય, (૯) અવૃષ્ટિ - વરસાદનો અભાવ ન હોય, (૧૦) દુર્મિક્ષ એટલે દુકાળ ન હોય, (૧૧) સ્વરાષ્ટ્રથી કે પરરાષ્ટ્રથી ભય ન હોય.
દેવકૃત ઓગણીસ અતિશય
(૧) આકાશમાં ધર્મચક્ર, (૨) આકાશમાં ચામરો, (૩) આકાશમાં પાદપીઠસહિત સિંહાસન, (૪) આકાશમાં ત્રણ છત્ર, (૫) આકાશમાં રત્નજડિત ધ્વજ, (૬) પગ મૂકવા માટે સોનાનાં કમળ, (૭) સમવસરણમાં ત્રણ ગઢ - રત્નનો, સુવર્ણનો અને રજતનો, (૮) સમવસરણમાં ચતુર્મુખાંગતા - ચાર મુખે દેશના, (૯) અશોકવૃક્ષની રચના, (૧૦) કાંટાઓની અણી નીચી થઈ જવી, (૧૧) વૃક્ષો નમન કરે, (૧૨) ઉપરથી દુંદુભિનાદ, (૧૩) અનુકૂળ વાયુ, (૧૪) પક્ષીઓ પ્રદક્ષિણા કરે, (૧૫) સુગંધી જલની વૃષ્ટિ, (૧૬) પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ, (૧૭) દીક્ષા સમયથી નિર્વાણ પર્યત કેશ, રોમ, દાઢી અને નખ વધે નહીં, (૧૮) ઓછામાં ઓછા કરોડ દેવો સેવામાં હાજર હોય, (૧૯) સર્વ ઋતુઓ અને ઇન્દ્રિયવિષયો અનુકૂળ, સુખકારક થાય.
ઉપર્યુક્ત વર્ણન શ્વેતાંબર શાસ્ત્ર અનુસાર છે. દિગંબર શાસ્ત્રોમાં કિંચિત્ ફરક સાથે ચોત્રીસ અતિશય જોવા મળે છે, તે આ પ્રમાણે –
જન્મથી દસ સહજ અતિશય અથવા મૂલાતિશય
(૧) પરસેવારહિત શરીર, (૨) મળ-મૂત્ર, કફાદિ રહિત નિર્મળ કાયા, (૩) દૂધના રંગ જેવું લોહી, (૪) વજ-ઋષભનારા સંતનન, (૫) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૬) અદ્ભુત અનુપમ રૂપ, (૭) મહાસુગંધી શરીર, (૮) એક હજાર આઠ લક્ષણ, (૯) અપાર બળ, (૧૦) પ્રિય, હિતકર, મધુર વચન.
કેવળજ્ઞાન થતાં પ્રગટતા અગિયાર અતિશય
(૧) ચારે તરફ સો યોજન સુધીમાં દુકાળ ન પડે તે સુભિક્ષતા, (૨) જમીનનો સ્પર્શ કરે નહીં અને આકાશમાં ગમન કરે, (૩) સર્વ જીવોમાં હિંસાનાં પરિણામનો અભાવ, (૪) ભોજનનો અભાવ, (૫) ઉપસર્ગનો અભાવ, (૬) ચારે દિશામાં મુખ સહિત દેખાવું, (૭) છાયારહિતપણું, (૮) આંખ પલકારો પણ મારે નહીં, (૯) સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org