________________
ગાથા-૩)
૫૫૯
અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી.”
જ્ઞાનદશા તો શુદ્ધાત્માનુભૂતિમય છે, પણ નિશ્ચયનયની માત્ર વાતો કરનાર જીવને આવી શુદ્ધાત્માનુભૂતિમય જ્ઞાનદશાનો અભ્યદય થયો નથી હોતો. તે માત્ર પોકળ વાતો જ કરે છે તથા નિશ્ચયનયને એકાંતે ગ્રહણ કરી તે સ્વચ્છેદે પ્રવર્તે છે. શુદ્ધાત્માનુભૂતિરૂપ જ્ઞાનદશાને અનુકૂળ એવી યોગ્યતા પ્રાપ્ત કરાવનાર સદ્વ્યવહારની ઉપયોગિતા પ્રત્યે દુર્લક્ષ સેવી તે સદ્વ્યવહારને લોપે છે અને સાધનરહિત થાય છે, અર્થાત્ તે સાધનદશા પામતો નથી.
જ્ઞાનદશાની પ્રાપ્તિ માટે સાધનદશા પ્રગટાવવી આવશ્યક છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, તપ, નિયમ, લબ્ધિ અને ઐશ્વર્ય જેમાં સહેજે સમાય છે એવો નિરપેક્ષ આત્મોપયોગ એ સ્વસંવેદન છે. આવું નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રગટાવવા ચિત્તને સંકલ્પ-વિકલ્પથી રહિત કરવું ઘટે અને તે અર્થે મનનો, વચનનો, કાયાનો, ઇન્દ્રિયોનો, આહારનો, નિદ્રાનો જય કરી અંતર્મુખ વૃત્તિ કરવી ઘટે. અભ્યાસની પ્રારંભિક ભૂમિકામાં ઉપયોગને પરથી મુક્ત કરવા માટે બાહ્ય સાધનોનો આશ્રય સૂચવવામાં આવે છે; પરંતુ તેની સાથે અંતરંગ પુરુષાર્થ જોડાય ત્યારે જ તે સાધનદશામાં ગણના પામે છે, તે પહેલાં નહીં. તેથી સાધકે સૌ પ્રથમ સાધનદશાની પ્રાપ્તિ માટે ઉદ્યમી થવા યોગ્ય છે. તે માટે સાધકે સદાચાર, દાન-દયાદિ સત્કાર્યો, નિર્દોષ પ્રેમ, ઉદારતા આદિ ગુણો પ્રગટાવવા અગત્યના છે. એ ગુણો વડે મનની શુદ્ધિ થાય છે. તપ, સંયમ જેવાં અનુષ્ઠાનોથી વિશેષ શુદ્ધિ થતાં સાધનામાર્ગમાં ઘણો ત્વરિત વિકાસ થાય છે.
સાધનદશા દ્વારા સાધકના જીવનમાં અનેક આંતરિક તથા બાહ્ય ફેરફારો થતાં તેની આત્મોન્નતિની પરિણામશ્રેણી શરૂ થાય છે. આ પરિણામ શ્રેણીની વિશેષતા એ છે કે પરિણામોની પ્રત્યેક ભૂમિકામાં દર્શનમોહ અધિક ને અધિક મંદ થતાં જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે, સંયોગાધીન વૃત્તિ ઘટતી જાય છે અને બહિર્મુખતા લય પામતી જાય છે; જેથી અંતર્મુખતાનો અભ્યાસ સઘન બને છે. શરીરાદિ સમસ્ત પરદ્રવ્યથી અને રાગાદિ સઘળા વિભાવોથી આત્માના ભિન્નપણાનું યથાર્થ ભાવભાજન થાય છે અને ક્રમે કરીને જીવ અવિકારી સ્વભાવમાં સ્થિર થાય છે. આમ, સાધનદશાના અભ્યાસ દ્વારા મનની મલિન વાસનાઓ દૂર થતાં, અહં-મમયુક્ત આવેશોથી મુક્ત થઈ મન શાંત બનતાં જીવ નિર્વિકલ્પ દશામાં સ્વસ્વરૂપને વેદે છે અને જ્ઞાનદશા પ્રગટે છે.
સાધનદશાનું આવું ઉપકારીપણું હોવાથી સાધક સત્સાધનનું અવલંબન લઈ પૂર્વસંસ્કારોની નાગચૂડમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. જે જે વાતો સત્સાધન વખતે જાણી હોય, વિચારી હોય અને ધારણ કરી હોય; તે તે વાતો પ્રારંભિક ભૂમિકામાં તેના વ્યસ્ત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૮૩ (પત્રાંક-૪૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org