________________
૧૩૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અનુભવ નથી થતો; તેમ યથાર્થ ભાન અને અંતર્ભાવ વિના માત્ર જડવત્ ક્રિયા કરવાથી આત્માનંદનો સ્વાદ મળતો નથી. ક્રિયાજડ જીવો સ્વસ્વરૂપની સમજણથી અજાણ હોય છે અને દેહાદિ દ્વારા થતી બાહ્ય ક્રિયાને જ સાધ્ય માની તેમાં સંતોષાઈ જાય છે, તેથી તેઓ કરુણાને પાત્ર છે. (૨) શુષ્કજ્ઞાની જીવો
શુષ્કજ્ઞાની' શબ્દ “શુષ્ક' અને “જ્ઞાની એમ બે શબ્દોનો સમાસ છે. અહીં ‘જ્ઞાની' એટલે આત્મજ્ઞાની એમ નહીં પણ શાસ્ત્રજ્ઞાની એવો અર્થ થાય છે અને શુષ્ક' એટલે પરિણમન વિનાનું કોરું - શબ્દમાત્ર. આ પ્રકારના જીવો સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી, કથનમાત્ર અધ્યાત્મ પામી, તેને મોક્ષમાર્ગ કહ્યું છે અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપે છે. તેઓ શુદ્ધ નિશ્ચયનયની મુખ્યતાએ પ્રરૂપણા કરતાં શાસ્ત્રો વાંચીને નિશ્ચયનયાત્મક ભાષા બોલે છે અને મોહના આવેશમાં પ્રવર્તે છે. તેમનું જ્ઞાન રસ વિનાની શેરડી જેવું શુષ્ક - સૂકું - ભાવરસ વિનાનું હોય છે. જ્ઞાનદશા પ્રાપ્ત થયા વિના તેઓ સવ્યવહારનો લોપ કરતા હોવાથી, સાધનરહિત થઈને ભવસાગરમાં ડૂબે છે. આત્માનું કલ્યાણ સાધવાને બદલે પોતાની માન્યતાનો આગ્રહ રાખીને પોતાનું અમર્યાદિત અહિત કરે છે, તેથી તેઓ કરુણાને પાત્ર છે.
આમ, કોઈ ક્રિયામાત્રથી જ મોક્ષ માને છે અને તેથી સાચું તત્ત્વ જાણવાની ઉપેક્ષા કરે છે તે બરાબર નથી તથા કોઈ જ્ઞાનમાત્રથી જ મોક્ષ માને છે અને તેથી અનેક ધાર્મિક પુસ્તકો વાંચે છે, પરંતુ જીવનમાં મૂળભૂત ધર્માચરણ તરફ ઉપેક્ષા કરે છે તે બરાબર નથી. આવી એકાંત ક્રિયા કે આવા એકાંત જ્ઞાનથી જીવનું કલ્યાણ થતું નથી એમ સ્પષ્ટપણે પ્રતિપાદન કરી, શ્રીમદે સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને પરમ બંધવરૂપ, પરમ રક્ષકરૂપ, અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવો બોધ કરુણાભાવે કર્યો છે.
આત્મસ્વરૂપ દેહાદિ પરવસ્તુથી અને રાગાદિ પરભાવોથી અથવા સંયોગોથી વિશેષાથી વિશગાથ અને વિકારોથી ભિન્ન છે' - એવો જે બોધ થવો તે જ્ઞાન છે અને તે જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરી, શુદ્ધ આત્મપરિણતિરૂપ પ્રવર્તવું તે ક્રિયા છે. આ જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી આસવનો નિરોધ થઈ, સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગની રૂડી આરાધના થાય છે. આ જ્ઞાન-ક્રિયાની સંધિ સુખપ્રાપ્તિની પવિત્ર પદ્ધતિ છે, સ્વહિતને સાધનારી નિર્મળ વિધિ છે. જ્ઞાન-ક્રિયાનો સુમેળ તે મહાકલ્યાણના પ્રયોજનને સાધનાર અને શાશ્વત, સાચી શાંતિનું ફળ પ્રદાન કરનાર યથાર્થ માર્ગ છે. આમ, ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૬૮૨
'फलं ज्ञानक्रियायोगे सर्वमेवोपपद्यते । तयोरपि च तद्भावः परमार्थेन नान्यथा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org