________________
ગાથા-૧
૧૧૭
તે શુદ્ધ સ્વરૂપમાં સમાયા અને અનંત દુઃખથી વિરામ પામ્યા; તેમનો અનન્ય ઉપકાર સંભારીને શ્રીમદે ગ્રંથારંભ કર્યો છે. મંગલાચરણની આ ગાળામાં જ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિરૂપિત કરવા ધારેલા વિષયનું ગર્ભિતપણે સૂચન કર્યું જણાય છે. શ્રીમદે સદ્ગુરુ માટે પ્રયોજેલ ભગવાન શબ્દનું પ્રયોજન સમજાવતાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે –
અત્ર “શ્રી સદ્દગુરુ ભગવંત' શબ્દો બે આશયમાં વાપરેલ ધારી શકાય છે. એક તો પ્રાચીન આર્યશૈલી પ્રમાણે સગુરુને ભગવાનનું વિશેષણ આપ્યું છે. બીજો આશય મને એમ લાગે છે કે, કર્તાપુરુષે ભગવાન જિનને પોતાના સદ્દગુરુ સ્થાપી તેઓને નમસ્કાર કર્યો છે; કારણ કે શ્રીમાનના સંપૂર્ણ જીવનના પરિચય ઉપરથી એમ લાગે છે કે, તેઓને કોઈ પણ સદગુરુનો પ્રત્યક્ષ યોગ નહોતો થયો કે જેના પ્રત્યે પોતે સદ્દગુરુપદ સ્થાપ્યું હોય. તેઓના જે જે વિચારો જોવામાં આવે છે, તે ઉપરથી જણાય છે કે, તેઓને સમ્યગ્દર્શન, શ્રીજિનના વચનાદિ અનુગ્રહ દ્વારા સ્વયં થયું હતું. શ્રીજિનના અનુગ્રહ દ્વારા થયેલ સમ્યગ્દર્શનથી અનાદિ કાળથી નહીં સમજાયેલું એવું આત્મસ્વરૂપ અનુભવવામાં આવ્યું તે અર્થે ભગવાન જિનને વિષે તેઓએ સદ્ગુરુપદનું આરોપણ કર્યું હોય એમ મને જણાય છે. જૈનશૈલી પ્રમાણે “ભગવત' શબ્દ જ્યાં વપરાયો હોય ત્યાં “શ્રીજિન' સ્વતઃ સમજાય છે. આ ચાલુ પરિચય પ્રમાણે “ભગવત' શબ્દ શ્રીજિન માટે કર્તાપુરુષે વાપર્યો હોવાનું પણ લાગે છે.’૧
આ પ્રમાણે શ્રીમદે સદ્દગુરુ માટે પ્રયોજેલ ભગવાન શબ્દનું બે પ્રકારે અર્થઘટન કરી શકાય છે. શ્રી સદ્ગુરુનો ઉપકાર ખરેખર અચિંત્ય છે. અનાદિ કાળથી સ્વરૂપની સમજણના અભાવના કારણે જીવના દ્રવ્યદળમાં રહેલું અનંત સ્વાધીન સુખ પર્યાયમાં પ્રગટ્યું નથી. દ્રવ્યમાં સુખ હોવા છતાં પણ પર્યાયમાં તો દુ:ખ જ રહ્યું છે. શ્રી સદ્ગુરુને અજ્ઞાનથી દુ:ખી થતા જીવ ઉપર પરમ કરુણા આવવાથી, તેનો ઉદ્ધાર કરવા અર્થે તેને કલ્યાણની વિધિ દર્શાવે છે. અનાદિથી કામ, ભોગ અને બંધનની કથાથી પરિચિત અને પુણ્યફળના કારણે પ્રાપ્ત થયેલ સામગ્રીમાં જ સંતોષ માની બેસેલ તે જીવને તેઓ સ્વરૂપનો બોધ આપે છે. તેઓ જીવને તેના અચિંત્ય માહાભ્યવંત, ત્રિકાળી, જ્ઞાનાનંદસ્વરૂપનું ભાન કરાવે છે. તેઓ તેને શુદ્ધાત્માનું અનુસંધાન કરવા માટે વારંવાર પ્રેરણા કરે છે. સદ્દગુરુએ આપેલ બોધ વડે શિષ્યને દૃઢ નિશ્ચય થાય છે કે મારા અસંખ્યાતપ્રદેશી દ્રવ્યમાં જ્ઞાન, શાંતિ, સુખાદિનાં અનંત નિધાન ઠસોઠસ ભરેલાં છે. મારે કંઈ પણ બહાર લેવા જવું પડે એમ નથી. સુખ મારા અંતરમાં જ ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ', પ્રસ્તાવના, પૃ.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org