________________
૯૮
"શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અને કર્મકૃત ભાવોમાં પોતાપણું સ્થાપી, ‘દેહ તે હું, દેહની ક્રિયા તે મારી ક્રિયા, ક્રોધાદિ ભાવો તે મારા ભાવો' એમ પરમાં અહ-મમબુદ્ધિ કરી, પરમાં કર્તાપણારૂપ મિથ્યા માન્યતાથી તે અનંત કાળથી અનંત દુ:ખ પામ્યો છે. અજ્ઞાનના કારણે તેણે પરમાં સુખ, શાંતિ અને સલામતી માની હોવાથી ઇષ્ટ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિની ઇચ્છા કર્યા કરી છે; પરંતુ પૌગલિક સુખોની પ્રાપ્તિ, ભોગ, રક્ષણ તથા વિયોગમાં તેને માત્ર દુઃખ અને ક્લેશનો જ અનુભવ થયો છે. સ્વરૂપની સમજણ વિના તેના સુખપ્રાપ્તિના સર્વ પ્રયત્નો દ્વારા તેને માત્ર દુ:ખની જ પ્રાપ્તિ થઈ છે. ધાર્મિક ક્રિયાઓ પણ સ્વરૂપલક્ષ વિના થઈ હોવાથી તે તેનાં જન્મ-મરણનું દુઃખ ટાળી શકી નહીં. આમ, સ્વરૂપની ઓળખાણ વિના સુખપ્રાપ્તિ કે દુઃખનિવૃત્તિ માટે થયેલો સઘળો પુરુષાર્થ નિષ્ફળ ગયો. તેથી જે આત્મસ્વરૂપની સમજણ વિના જીવ અનંત દુઃખ પામ્યો, તે પદની સમજણ જેમણે યથાર્થપણે કરાવી અને ભવિષ્ય કાળ ઉત્પન્ન થવા યોગ્ય એવા અનંત દુઃખનું મૂળ જેમણે છેવું એવા ઉપકારી શ્રી સદગુરુ ભગવાનને અત્રે નમસ્કાર કર્યા છે.
આ ગાથામાં શ્રીમદે સદ્ગુરુ માટે “શ્રી” અને “ભગવંત’ એમ બે શબ્દો પ્રયોજ્યા છે. શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મીસંપન્ન વ્યક્તિ માટે શ્રી શબ્દ વપરાય છે. શ્રી સદગુરુ સસ્વરૂપને પામેલા હોવાથી, આત્મલક્ષ્મીસંપન હોવાથી, તેમના માટે “શ્રી” શબ્દનો પ્રયોગ ઉચિત છે. વળી, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય - એ છે જેમની પાસે હોય તેઓ ભાગ્યવંત અથવા ભગવાન કહેવાય છે. સદ્દગુરુ આ છ વસ્તુઓના ધારક હોવાથી તેમના માટે પ્રયોજેલ “ભગવંત' શબ્દ પણ યથાયોગ્ય છે. આત્મહિત અર્થે સુદેવ-સુગુરુ-સુધર્મ એ ત્રણ ઉપકારી તત્ત્વોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમાં પણ સુદેવ અને સુધર્મની ઓળખાણ સદ્ગુરુ દ્વારા જ થઈ શકે છે, તેથી સદ્ગુરુતત્ત્વ વિશેષ ઉપકારી છે. આમ, સદ્ગુરુનું વિશેષ માહાસ્ય હોવાથી, શ્રીમદે સદ્દગુરુના પરમ ઉપકારનું કૃતજ્ઞપણે, ભક્તિપૂર્વક, રોમાંચિત ભાવે સ્મરણ કરી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું આઘમંગળ કર્યું છે.
આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્તિ અથવા અવ્યક્ત ઇચ્છા એ જ હોય વાગાથા કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો, સર્વથા સુખ જ હો. સર્વ જીવના પ્રયત્ન પણ એ જ અર્થે હોય છે. પરંતુ સુખપ્રાપ્તિની તીવ્ર અભિલાષા હોવા છતાં જીવ સદેવ સુખથી વંચિત જ રહ્યો છે. સંસારમાં સમયે સમયે દુઃખનો જ અનુભવ થાય છે. દુઃખ સર્વ જીવને પ્રત્યક્ષ છે. કોઈને શરીર સંબંધી દુઃખ, કોઈને સ્ત્રી-પુત્ર સંબંધી દુઃખ, કોઈને શત્રુ સંબંધી દુઃખ, તો કોઈને લક્ષ્મી-અધિકારાદિનું દુઃખ - એમ સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે. ગમે તેટલી અરુચિ, અણગમો, અપ્રિયતા અને
વળોષાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org