________________
૩૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રમાણે ગુરુ માટે અશનાદિ વહોરી લાવી આપે છે.'
શ્રીમદે આ ગાથામાં વિનયની આ પરાકાષ્ઠા બતાવી વિનયનું બહુમાન કર્યું છે. શ્વેતાંબર પરંપરામાં પુષ્પચૂલા, ચંડરુદ્રાચાર્ય, મૃગાવતી વગેરેનાં દૃષ્ટાંતો ઉપલબ્ધ છે કે જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના છદ્મસ્થ ગુરુનો વિનય સાચવ્યો હતો. વિવિધ શ્વેતાંબર ગ્રંથોમાં આ દૃષ્ટાંતોની વિગતોમાં કિંચિત્ ફરક જોવા મળે છે, પરંતુ તે સર્વેમાં ‘કેવળજ્ઞાની ભગવાન છમસ્થ ગુરુનો વિનય કરે’ એ પ્રયોજન સમાનભાવે સિદ્ધ થયેલું છે. આ દષ્ટાંતો જોઈએ
(૧) આચાર્યશ્રી અનિકાપુત્રજીએ દુષ્કાળ સમયમાં સર્વ શિષ્ય પરિવારને પુષ્પાંત નગરમાંથી અન્યત્ર વિહાર કરી જવા ફરમાવ્યું. તેઓ વયોવૃદ્ધ હતા એટલે વિહાર કરી શકે તેમ ન હતા, તેથી તેઓ તેમની શિષ્યા પુષ્પચૂલા સાથે ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વી પોતાના વયોવૃદ્ધ ગુરુદેવની અપૂર્વ વૈયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરતાં હતાં. દુષ્કાળ હોવાથી અપવાદ તરીકે તેઓ રાજાના ભવનમાંથી આહાર-પાણી વહોરી લાવતાં હતાં. તેમનાં શ્રદ્ધા-જ્ઞાન આદિ પક્વ થતાં, શુદ્ધતમ પરિણામની ધારા વધતાં પુષ્પચૂલા સાધ્વી કેવળજ્ઞાન પામ્યાં, છતાં ગુરુ માટે ગોચરી લાવવાનો ક્રમ તો ચાલુ જ રાખ્યો. પૂર્વે જેના વિનયમાં પ્રવર્તતા હોય, તેના જાણવામાં ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાની તેમનો વિનય કરે છે, અર્થાત્ કેવળી થવા છતાં પણ છદ્મસ્થ ગુરુનો વિનય જાળવે છે. એક વાર ગુરુને કફની વ્યાધિના કારણે અમુક પ્રકારના ભોજનની વાંછા થઈ. ઉચિત સમયે તેમની મનોગત ઇચ્છાનુસાર પુષ્પચૂલાએ ભોજન હાજર કર્યું. વિસ્મય પામેલા આચાર્યશ્રી અનિકાપુત્રજીએ પૂછ્યું કે “હે આર્યો! આ મારા મનનો અભિપ્રાય તે કેવી રીતે જાણ્યો કે જેથી આવું અતિ દુર્લભ ભોજન પણ વગર વિલંબે લાવી આપ્યું?' ત્યારે તેમણે કહ્યું, આપના પસાથે કેવળજ્ઞાનથી.' આ સાંભળી આચાર્યશ્રી અનિકાપુત્રજી ગદ્ગદિત થઈ ગયા અને શોક કરવા લાગ્યા કે “મેં કેવળીની આશાતના કરી. તેમણે પુષ્પચૂલા સાધ્વીને ખમાવ્યાં. સાધ્વીજીએ તેમને કહ્યું કે “હે આચાર્ય ભગવંત! આપ શોક ન કરો. જો કેવળીને સામાએ ન જાણ્યા હોય તો કેવળી પણ પહેલાંનાં મર્યાદા-વિનય-વૈયાવચ્ચ વગેરે છોડતાં નથી.' એમ કહી શોક ટાળ્યો.
(૨) શ્રી ચંડરુદ્રાચાર્ય નામે એક આચાર્ય હતા. તેમનું મૂળ નામ તો રુદ્રાચાર્ય ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ'ની આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીકૃત વિવૃત્તિ,
‘સુખસમ્બોધની', મૂળ ગાથા ૧૩૧, વિવૃત્તિ ગાથા ૨૧
"पुवपवत्तं विणयं च केवली अमुणिओ न लंघेइ" ।
इइ सा पुवकमेणं गुरुणो असणाइ उवणेइ ।।' ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકત, ‘ઉપદેશપદ' તથા તેની આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીકૃત
વિવૃત્તિ, ‘સુખસમ્બોધની', ગાથા ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org