________________
ગાથા-૧૯
૩૮૩ હતું, પણ તેઓ શીધ્ર ઉગ્ન થઈ જતા હોવાથી ચંડરુદ્રાચાર્ય નામે પ્રસિદ્ધ થયા. એક વાર તેઓ પોતાના શિષ્યો સાથે અવંતી નગરીમાં પધાર્યા. ત્યાં તેઓ ધ્યાન માટે એકાંત
સ્થાનમાં બેઠા હતા ત્યારે અવંતીનો જ રહેવાસી, તરતનો પરણેલો શ્રેષ્ઠીપુત્ર પોતાના મિત્રો સાથે ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. સાથીઓએ આચાર્ય મહારાજને મસ્તીમાં કહ્યું કે આ અમારા મિત્રને સંસાર કડવો ઝેર જેવો લાગે છે, અતિ વૈરાગ્ય પામ્યો હોવાથી એ અત્યારે જ આપની પાસે દીક્ષા લેવા ઇચ્છે છે. વારંવાર એકની એક વાત સાંભળી ખીજાયેલા આચાર્યશ્રીએ તે શ્રેષ્ઠીપુત્રનો ઝપાટાબંધ લોચ કરવા માંડ્યો. બધા સાથીઓ ગભરાઈ ગયા, પણ તે દીક્ષિત થયેલા યુવાને તો મિત્રોને કહ્યું કે હવે તમે જઈ શકો છો. મને હવે કોઈનું પ્રયોજન નથી રહ્યું.’ એટલે તેઓ ગામ તરફ ગયા. નવદીક્ષિત મુનિએ ગુરુજીને કહ્યું કે “મારા પૂર્વ સાથીઓ નગરમાં ગયા છે. મારા સ્વજનોને આ સમાચાર મળતાં તેઓ અહીં આવશે અને મને તેમજ આપને પણ ઉપદ્રવ થશે. માટે અત્યારે અહીંથી વિહાર કરવો ઠીક છે.” ગુરુ મહારાજે કહ્યું, વત્સ! તારી વાત તો સાચી છે, પણ હવે રાત પડવા આવી છે અને હું રાતે જોઈ શકતો નથી.' તેથી શિષ્ય ગુરુને ખભા ઉપર બેસાડ્યા અને બને ત્યાંથી ચાલી નીકળ્યા. અંધારું વધતું ગયું અને રસ્તો પણ બગડતો ગયો. ઊંચા-નીચા, વાંકાચૂકા રસ્તા ઉપર પગલે પગલે ઠોકર લાગતી હોવાથી આચાર્યશ્રી ક્રોધે ભરાયા. તેઓ આક્રોશ કરી બોલ્યા, ‘રે દુષ્ટ! આ કેવો રસ્તો શોધ્યો?' અને વધારે ખીજાતાં તેમણે નૂતન મુનિના લોચ કરેલા મસ્તક ઉપર ડંડો ફટકારી દીધો. પરંતુ શિષ્યના મનમાં ગુરુના દોષ ન વસ્યા. ઊલટું તેને તો એમ લાગ્યું કે હું જ કેવો નિભંગી કે મેં પ્રથમ દિવસે જ ગુરુને દુભવ્યા અને તેમની આશાતના કરી.' તેથી માર્ગમાં ઠોકર ન વાગે તે રીતે વધુ સંભાળપૂર્વક ચાલવા લાગ્યો. આમ, યત્નાપૂર્વક આગળ ચાલતાં તે નૂતન મુનિ વિચારે છે કે “આ સંસારમાં ગુરુ મહારાજનો મારા ઉપર મોટો ઉપકાર છે. અનાદિ કાળથી નહીં મળેલો મોક્ષમાર્ગ આમના પસાયે મને મળ્યો.' આમ, ધ્યાનમાં મગ્ન થઈ, ક્ષપકશ્રેણીએ આરૂઢ થઈ, તેઓ અદ્ભુત સામર્થ્ય વડે મોહરાજાની સેનાનો પરાજય કરી કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાન થયા પછી તે મુનિ, જ્ઞાનબળના કારણે બધું જોતા-જાણતા હોવાથી, વિષમ માર્ગ છોડી સારા માર્ગે ગુરુ મહારાજને લઈ જવા લાગ્યા. પ્રાતઃકાળ થતાં આચાર્યદેવે નૂતન શિષ્યને પૂછ્યું, ‘ભદ્ર! મને એ વાત ઘણું આશ્ચર્ય ઉપજાવે છે કે પહેલાં તો તું માર્ગમાં વારંવાર ઠોકર ખાઈ જતો હતો. પછી અંધારું હોવા છતાં પણ તું મને જરા પણ પીડા ન થાય તેમ સારી રીતે ચાલતો હતો. આ અચરજ મનમાં સમાતું નથી.' શિષ્ય કહ્યું, ‘દેવગુરુના વિનયથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ શ્રુતજ્ઞાન બીજાં જ્ઞાન મેળવી આપે છે અને જ્ઞાનથી શું અજાણ્યું છે?' આવી જ્ઞાનગર્ભિત વાત સાંભળી આચાર્યશ્રીએ પૂછ્યું, કયા જ્ઞાનથી માર્ગાદિ જાણ્યા?' તેમણે કહ્યું, ‘આપના પસાયે અપ્રતિપાતિ જ્ઞાનથી.' આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org