________________
ગાથા-૯
૨૩૫ ભિન્ન એવી પરવસ્તુને મેં પોતાની માની, તેની અવસ્થા હું બદલી શકું એવી મિથ્યા કર્તુત્વબુદ્ધિ સેવી અને પરપરિણતિમાં જોડાઈ હું ખૂબ રખડ્યો છું. હવે મોંઘું મનુષ્યપણું પામ્યો છું, પરમાર્થને અનુકૂળ એવો ઉત્કૃષ્ટ યોગ પામ્યો છું, તત્ત્વની ઉત્તમ સમજણ મળી છે; તો સ્વતંત્ર સ્વભાવના સ્વીકારરૂપ અનંત પુરુષાર્થ કરવો છે, સ્વભાવસમ્મુખ થવું છે. આજ સુધીનો કાળ દેહ માટે ગાળ્યો છે, હવે અનંત ભવનો અંત લાવવા પરભાવનાં આસન છોડી, અનંત ચતુષ્ટયયુક્ત સ્વભાવના આસન ઉપર બિરાજમાન થવું છે. સ્વરૂપસામ્રાજ્યની અસીમ, બેહદ પ્રભુતાને સાદિ-અનંત કાળ પર્યત ભોગવવા હું તત્પર થાઉં છું.'
આત્મસ્વરૂપનો જે મહિમા છે, તે ગાઈ ગાઈને સગુરુએ તેને આત્મા પ્રત્યે વળવાની પ્રેરણા કરી છે. તે મહિમા વારંવાર સ્મૃતિમાં લાવી તેનું તે ઘોલન કરે છે. બુંગિયો ઢોલ સાંભળીને જેમ રજપૂતના રોમેરોમમાં શૌર્ય ઊછળી જાય છે, તેમ સદ્ગુરુમુખે આત્માનો મહિમા સાંભળતાં તેનું વીર્ય ઊછળી જાય છે. તેનું સમગ્ર પરિણમન બદલાઈ જાય છે. તે સ્વભાવસભુખ થાય છે અને નિરંતર આત્માને ધ્યાવે છે. ગાય ચારો ચરે છે, વનમાં ચારે બાજુ હરે-ફરે છે, પાણી પીએ છે અને પોતાના સમુદાયમાં ઘૂમે પણ છે, છતાં દરેક પ્રવૃત્તિ વખતે ગાયનો ઉપયોગ તો ઘરે રહેલા પોતાના વ્હાલા વાછરડામાં જ હોય છે, તેમ આત્માથી વ્યવહારનાં કાર્ય કરવા છતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ ચૂકતો નથી. તેની સર્વ પ્રવૃત્તિમાં તેને જ્ઞાયકસ્વરૂપનું લક્ષ રહે છે. લક્ષ સાથે તેને સ્વભાવનું જોર પણ રહે છે. તેને સ્વભાવની લગની એટલી વધી જાય છે કે તેના કારણે તે સમ્યગ્દર્શન તરફ આગળ ને આગળ વધતો રહે છે. જે જ્ઞાનસ્વરૂપનો તેને નિશ્ચય થયો છે, તેની મહાનતાનો મહિમા એટલી હદ સુધી વધી જાય છે કે જગતના સર્વ પદાર્થની કિંમત ઊડી જાય છે. તેનું લક્ષ નિજપદરૂપી લક્ષ્યમાં હોવાના કારણે અને બીજે કશે પણ નહીં હોવાના કારણે તેને માત્ર લક્ષિત વિષયમાં જ રસ આવે છે. જે જીવને જેમાં રૂચિ હોય, તે જીવને તે વિષયમાં રસ આવે છે. જ્યાં નિજપદની અનન્ય રુચિ થઈ હોય ત્યાં બહાર કેમ ગમે? આવી અનન્ય રુચિ અને પુરુષાર્થના જોરવાળું પરિણમન થવાથી વિકલ્પો છૂટી જતાં તે અંદર ઊતરી જાય છે અને અમૂલ્ય એવા સમ્યકત્વને ઉત્પન્ન કરે છે.
આમ, આત્માર્થી જીવ સદગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમથી તેમના તરફ આકર્ષાય છે, પોતાના પક્ષનો ત્યાગ કરે છે, તેમની આજ્ઞાને યથાર્થપણે આરાધી નિજ પદનો લક્ષ કરે છે, પુરુષાર્થ આદરે છે અને તેના ફળરૂપે કોઈ ધન્ય પળે તેને સ્વાનુભવ થાય છે. એક વાર સ્વાનુભૂતિ થયા પછી તેને કશે પણ ચેન પડતું નથી. સ્વરૂપની સ્મૃતિ તેને કશે પણ ઠરવા દેતી નથી. ચૈતન્યનો અદ્ભુત, અલૌકિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org