________________
૨૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ચમત્કાર અનુભવ્યો હોવાથી તે સ્વરૂપતૃપ્ત થાય છે અને તેથી તેને સંસારનાં કોઈ પદાર્થ કે પરિસ્થિતિની સ્પૃહા રહેતી નથી. નિઃસ્પૃહ, નિરીહ બને છે. આ નિર્મળ પરિણમન સદ્ગુરુ દ્વારા થયેલ નિજપદના લક્ષની બલિહારી છે. સ્વભાવના લક્ષે જન્મમરણ ટાળનાર સમ્યક્ત્વ પ્રગટ થતાં તે પોતાના ત્રિકાળ જ્ઞાનસ્વભાવના અનુભવરૂપ ક્રિયાનો કર્તા થાય છે. તેને અસ્થિરતાના ભાવ થવા છતાં સ્વભાવની પ્રતીતિના જોરમાં તે અસ્થિરતાનો સ્વીકાર હોતો નથી અને શુદ્ધ સ્વભાવના જોરે તે અસ્થિરતાનો નાશ કરી, સ્વરૂપની એકાગ્રતા સાધી ચારિત્રદશા પ્રગટ કરે છે. આ સર્વનું કારણ સદ્ગુરુના ચરણની ઉપાસના છે. શ્રીમદ્ લખે છે
-
‘તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાનીપુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે.’૧
આમ, સદ્ગુરુનો અપૂર્વ મહિમા અને અનન્ય ઉપકાર છે. તેઓ જીવને મુમુક્ષુદશાની પ્રાપ્તિથી માંડીને મોક્ષદશા સુધી પહોંચાડે છે. મૃગલાંને પકડવા માટે કોઈ પારધીએ કોઈ એક દિશામાં જાળ બિછાવી હોય અને તે જોઈને કોઈ દયાળુ મહાજન તે મૃગલાંને બચાવવાના હેતુથી તેને બીજી દિશામાં વાળવા માટે હાકોટા કરે, પરંતુ ભ્રાંતિગ્રસ્ત મૃગલાં તે બચાવનારને જ મારનાર સમજીને, તેનાથી ઊંધી દિશામાં (જે દિશામાં જાળ પાથરેલી હોય તે દિશામાં જ) ઝંપલાવે અને અંતે જાળમાં ફસાય છે; તેમ અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં જગતના જીવો પ્રત્યે પરમ કારુણ્યવૃત્તિ થવાથી, સદ્ગુરુ જીવોને સ્વભાવ તરફ વળવાની હાકલ કરતાં કહે છે કે માત્ર બાહ્ય ક્રિયામાં કે શુષ્ક જ્ઞાનમાં મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ તો અંતર્મુખતામાં છે. પરંતુ જે જીવ ભ્રાંતિમાં સપડાયેલો છે, જેની વિચારશક્તિ તીવ્ર મોહથી ઘેરાઈ ગઈ છે, તે માર્ગનું સ્વરૂપ સમજી ન શકવાના કારણે આ હિતોપદેશને પણ અહિતરૂપ સમજી ‘આ તો અમારી ક્રિયા છોડાવે છે, આ તો અમારો શાસ્ત્રાભ્યાસ છોડાવે છે' એમ ખોટી માન્યતાથી ઊંધી દિશામાં જ ઝંપલાવે છે અને ભવભ્રમણની જાળમાં ફસાઈને દુઃખી થાય છે. આથી વિપરીત, જે જીવ આત્માર્થી છે તે તો સદ્ગુરુની હાકલ સાંભળીને થંભી જાય છે અને અંતરના ઊંડાણથી વિવેકપૂર્વક વિચાર કરે છે, ‘અહા! આ વાત પરમ સત્ય છે, ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૩૭ (પત્રાંક-૮૮૭)
૨- જુઓ : સંત કબીરજી, ‘કબીર વાણી', પૃ.૧૦૮, દોહો ૨૮૫
Jain Education International
‘ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન મોક્ષ; ગુરુ બિન લખે ન સત્યકો, ગુરુ બિન મિટે ન દોષ.'
For Private & Personal Use Only
www.jainelibrary.org