SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧ ૧૧૯ ‘શિષ્યને પોતાનું સ્વાધીનપણું ગુરુગમથી સમજાયું એટલે પોતાનો જ્ઞાનભાવ બેહદ - અપરિમિત છે તેનો ઉલ્લાસ આવ્યો છે તેનું વર્ણન કરે છે.' ગાથાનું ચમત્કારિક રહસ્ય બતાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – ‘આ સંસાર આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સળગી રહ્યો છે; સંસારી જીવો જન્મ, મરણ, દુઃખ, પરિતાપ, વેદના આદિ અનંત પ્રકારે દુ:ખનો અનુભવ કરે છે. આવા અનંત પ્રકારનાં દુઃખ ટાળવાનું માત્ર એક જ ઔષધ આ ગાથામાં જીવોના કલ્યાણ અર્થે દર્શાવ્યું છે અને તે પોતાના સ્વરૂપની યથાર્થ સમજ અને ઓળખાણ છે. સ્વરૂપની સમજનો આ શો ચમત્કાર !! કે આ એકની યથાર્થ જાણથી સર્વ દુઃખની નિવૃત્તિ થાય!' આ મંગલાચરણ વિષે બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી યોગ્ય જ લખે છે – જે સ્વરૂપ” અને “સમજાવ્યું' એ બન્ને દ્વારા આ શાસ્ત્રનું નામ “આત્મ-સિદ્ધિ અથવા સ્વરૂપની સમજૂતી કે આત્માની છ પદ દ્વારા સાબિતી-સિદ્ધિ કરી છે એમ સૂચવ્યું છે.' શાસ્ત્રની આ આદ્ય ગાથા વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ‘આ મંગલાચરણ પણ સાદામાં સાદા શબ્દોમાં ઊંચામાં ઊંચું રહસ્યભૂત તત્વ પ્રકાશતું એવું અનન્ય પરમ અદ્દભુત અલૌકિક ભાવભર્યું અનન્ય, અત્યુત્તમ - પરમોત્તમ છે. ખરેખર ! તટસ્થપણે વિચારવામાં આવે તો સમસ્ત ગુજરાતી વાડ્મયમાં સાદામાં સાદી ભાષામાં આવું ઊંચામાં ઊંચું ભાવભર્યું - હૃદય સોંસરું પેસી જાય એવું ભાવવારિધિરૂપ પરમ અભુત આશયપૂર્ણ આત્મસ્પર્શી પરમ ભાવવાહી મંગલાચરણ મળવું દુર્લભ છે.* આમ, આ મંગલાચરણની ગાથામાં એ વાતનું સ્પષ્ટ દર્શન થાય છે કે શ્રીમદે આ ગાથામાં તત્ત્વનું રહસ્ય ઓછામાં ઓછા શબ્દોમાં ઠાંસી ઠાંસીને ભર્યું છે અને તે જ તેમની વાણીનું સામર્થ્ય પ્રગટ કરે છે. આ અવનીના અમૃત સમાન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અનન્ય ભક્તિના પ્રતીકરૂપ તથા અનુપમ તત્ત્વકલાથી ગૂંથાયેલું આ મંગલસૂત્ર તત્ત્વપિપાસુ જનોને ભક્તિરસની રેલમછેલ કરાવતાં તથા પરમાનંદનો રસાસ્વાદ કરાવતાં અધ્યાત્મવિશ્વમાં પ્રવેશ કરાવવા સફળ થયું છે. ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨ ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૯ ૩- બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૨ ૪- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy