________________
ગાથા-૨૭
૫૧ ૧ જુએ છે તો પણ તેનાથી બીતો નથી અને વળી ઊલટો વિપરીત આચરણ કરી તે દુઃખોના નાશ માટે જરા પણ પ્રયાસ કરતો નથી.'
જે ગ્રંથોમાં જીવોના ભેદ-પ્રભેદો વગેરે દર્શાવવામાં આવ્યા છે, તેનો ઉદ્દેશ એક આત્મસિદ્ધિ જ છે. આત્માર્થી જીવ જ્ઞાનીઓના આ પરમાર્થહેતુને લક્ષમાં રાખીને તેનું પરિશીલન કરતો હોવાથી તેને આ ગ્રંથો આત્મ-ઉપકારક થાય છે. મતાર્થી જીવના લક્ષમાં આ હેતુ ન હોવાના કારણે તે ભાંગાઓની જાળમાં જ રોકાઈ જાય છે. આ તથ્યને સ્પષ્ટપણે સમજવા માટે થોડાં ઉદાહરણ જોઈએ. ૧) “જીવવિચાર' ગ્રંથમાં ચાર ગતિઓના ભેદ-પ્રભેદો બતાવ્યા છે - દેવના ૧૯૮ ભેદ, મનુષ્યના ૩૦૩ ભેદ. તિર્યંચના ૪૮ ભેદ, નારકીના ૧૪ ભેદ; એમ જીવના પ૬૩ ભેદ છે. વળી, તેમનાં શરીર, આયુષ્ય, સ્વકાયસ્થિતિ, પ્રાણો અને યોનિઓનું પ્રમાણ આપ્યું છે. કેવળ આ ભેદ-પ્રભેદોને યાદ કરવામાં ગ્રંથના અધ્યયનની સાર્થકતા નથી, પણ તે દ્વારા એમ સમજવાનું છે કે આત્મસ્વરૂપને ઓળખ્યા વિના થતા ભવભ્રમણ માટે કેટલું વિશાળ ક્ષેત્ર છે, કેટલી યોનિઓ છે, એકેન્દ્રિય આદિમાં કાયસ્થિતિ કેટલી દીર્ઘ છે અને તેણે પોતે પણ એ બધી અવસ્થાઓમાં અનંત કાળ પસાર કર્યો છે. આ પ્રમાણે વિચારણા કરતાં તેનામાં પાપભીરુતા જન્મ અને સર્વ જીવો પ્રત્યે આત્મીયતાનો ભાવ જાગે, નાના કીટ-પતંગ પ્રત્યે પણ તુચ્છકાર, ધૃણા કે તિરસ્કારની લાગણી ન જન્મે, પણ તેમાં રહેલા ચૈતન્ય પ્રત્યે પ્રેમ જાગે. આમ, સર્વ જીવ પ્રત્યે આત્મતુલ્ય દષ્ટિ જાગે, સર્વાત્મમાં સમદષ્ટિ રહે એ જ આ ગ્રંથનું પરમાર્થપ્રયોજન છે. ૨) લોકપ્રકાશ’, ‘ક્ષેત્રસમાસ', 'બૃહત્સંગહણી' (રૈલોક્યદીપિકા) ગ્રંથોમાં લોકાદિનું તેનાં પ્રમાણાદિ સહિત વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેના અધ્યયનથી વિશ્વના સ્વરૂપ સંબંધી સહજ જિજ્ઞાસા સંતોષાય તથા જીવને પોતાની લઘુતા સમજાય; ફલતઃ તેનામાં નમતા પ્રગટે એ આ ગ્રંથોનો પરમાર્થ આશય છે. આ વિરાટ વિશ્વમાં પોતાનું સ્થાન દરિયાકાંઠાની રેતીના એક કણથી પણ અલ્પ છે એવો અનુભવ થાય તો જ સુખ-દુઃખના ક્ષણિક અને અલ્પ અનુભવો તેને અભિમાન કે ગ્લાનિ જન્માવી શકે નહીં અને પોતાની સિદ્ધિઓને કે નિષ્ફળતાને મહત્ત્વ આપતાં તે અટકે. જો આવા પ્રકારના ભાવો પ્રગટે નહીં તો જેમ ભૂગોળ ભણનાર વિદ્યાર્થી વર્તમાનમાં દષ્ટ પૃથ્વીનાં ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૮, શ્લોક ૧૫,૧૬
'इति चतुर्गतिदुःखततीः कृतित्रतिभयास्त्वमनन्तमनेहसम् । हृदि विभाव्य जिनोक्तकृतान्ततः, कुरु तथा न यथा स्युरिमास्तव ।। आत्मन्! परस्त्वमसि साहसिकः श्रुताक्षर्यद्भाविनं चिरचतुर्गतिदुःखराशिम् । पश्यन्नपीह न बिभेषि ततो न तस्य, विच्छित्तये च यतसे विपरीतकारी ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org