________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
ગ્રંથનાં વિવેચન
શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગણતરીની વ્યક્તિઓને જ આપ્યું હોવાથી અને અનધિકારી જીવોના હાથમાં તે ન જાય તેની ખૂબ સાવચેતી રાખી હોવાથી તથા તેમના જીવનકાળ દરમ્યાન આ ગ્રંથ પ્રકાશિત થયો ન હોવાથી આ ગ્રંથની જાણકારી બહુ ઓછી વ્યક્તિઓને હતી. તેમના દેહવિલય પછી તેમના લઘુભાતા શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાને શ્રીમનું બધું સાહિત્ય પ્રગટ કરવાની ઇચ્છા થતાં, તેમણે શ્રી અંબાલાલભાઈ આદિની મદદ લઈ તે અંગેનું સંશોધન કાર્ય શરૂ કર્યું અને એકત્રિત થયેલા શ્રીમન્ના સાહિત્યને જ્યારે વિ.સં. ૧૯૬૧માં ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથરૂપે પ્રસિદ્ધ કર્યું ત્યારે એ ગ્રંથમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.
આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાના આશરે નવ વર્ષ પછી તેની પ્રથમ વાર જાહેર પ્રસિદ્ધિ થઈ. તે પછી વિ.સં. ૧૯૬૪માં શ્રી મનસુખભાઈએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને અલગ પુસ્તકરૂપે છપાવ્યું, જે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પ્રથમ સ્વતંત્ર પ્રગટીકરણ હતું. એ પુસ્તકમાં તેની મૂળ ગાથા ઉપરાંત પ્રત્યેક ગાથાના શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થ તથા શાસ્ત્રની અમુક ગાથાઓની સમજૂતી આપતા શ્રીમના પત્રો આપ્યા છે. એ પુસ્તકમાં શ્રી મનસુખભાઈએ લગભગ ૫૦ પાનાંનો ઉપોદુઘાત લખ્યો છે. ત્યારપછી પરમશ્રુત પ્રભાવક મંડળ' તરફથી પ્રગટ થયેલી “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રત્યેક આવૃત્તિમાં તથા “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ' તરફથી પ્રગટ થયેલી ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની સર્વ આવૃત્તિઓમાં પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થ તથા શ્રીમદ્દ્દા ઉપરોક્ત પત્રો સહિત પ્રગટ થતું આવ્યું છે.
વિ.સં. ૧૯૬૪ પછી શ્રીમન્ની અત્યંત મહત્ત્વની કૃતિ તરીકે જુદા જુદા અનેક સંગ્રહોમાં તે સમાવેશ પામી છે તથા સ્વતંત્ર પુસ્તકરૂપે પણ તે અવારનવાર પ્રગટ થતી રહી છે. કેટલાકે આ શાસ્ત્રને અન્ય પદ્યગ્રંથોના સંકલનમાં સંપાદિત કર્યું છે, કેટલાકે પોતાના પુસ્તકમાં તેને એક પ્રકરણ તરીકે સ્થાન આપ્યું છે, કેટલાકે શ્રી અંબાલાલભાઈના અર્થ તથા કેટલીક ટિપ્પણ અને શ્રીમનાં વચનો સાથે આ ગ્રંથને સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રગટ કર્યું છે, કેટલાકે તેની પ્રત્યેક ગાથાના અર્થને વિસ્તારથી સમજાવતા સ્વતંત્ર પુસ્તકની પણ રચના કરી છે, તો કેટલાકે પોતાના શોધપ્રબંધના વિષય તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org