________________
ગાથા
ભૂમિકા
ગાથા ૧૦માં કહ્યું કે આત્મસ્વરૂપને વિષે સ્થિતિ, શત્રુ-મિત્ર પ્રત્યે તથા હર્ષ-શોકાદિ પ્રસંગમાં સામ્યભાવે વર્તના, માત્ર પૂર્વે નિબંધન થયેલાં એવાં કર્મના ઉદયપ્રયોગથી વિચરણ, અપૂર્વ વાણી અને પરમશ્રુત એટલે કે ષડ્દર્શનનું યથાસ્થિત જાણપણું એવાં ઉચ્ચ લક્ષણોના સ્વામી હોય તેઓ જ સદ્ગુરુ હોઈ શકે અને તેઓ જ ધર્મનો ઉપદેશ આપવા માટે અધિકારી છે. આવા ઉચ્ચલક્ષણસંપન્ન સદ્ગુરુની તેજસ્વી મુદ્રા, અલૌકિક વચનામૃત અને કલ્યાણકારી સત્સમાગમથી સુશિષ્યનાં અંતરચક્ષુ ખૂલી જાય છે.
-
ગાથા
-
પૂર્વોક્ત ગાથામાં કહેલાં સદ્ગુરુનાં લક્ષણથી જે યુક્ત છે એવા સદ્ગુરુનું પ્રત્યક્ષ હોવું, વર્તમાને વિદ્યમાન હોવું આવશ્યક છે, તે સમજાવતાં શ્રીમદ્ કહે છે
Jain Education International
૧૧
‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.' (૧૧)
અર્થ
જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. (૧૧)
For Private & Personal Use Only
શ્રી ઋષભદેવાદિ તીર્થંકરો જ્યારે દેહસ્થિતિએ વિદ્યમાન હોય ત્યારે તેઓ ભાવાર્થ પ્રત્યક્ષ જિન કહેવાય છે અને તેઓ સિદ્ધ ગતિ પામે છે પછી, દેહાકારે અવિદ્યમાન હોવાથી પરોક્ષ જિન કહેવાય છે. અહીં ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળે તેમની અવિદ્યમાનતા હોવાથી તેઓ પરોક્ષ છે. હવે તેમનો સંપર્કયોગ તો તેમનાં આગમરૂપ વચન દ્વારા જ થાય છે. તેમનો અદ્ભુત બોધ ઉપકારી હોવા છતાં પ્રત્યક્ષ માર્ગદર્શનના અભાવે તે બોધનો મનફાવતો અર્થ કરવાથી તથા નિજકલ્પનાએ તેનું અનુસરણ કરવાથી જીવને તેનું યથાર્થ રહસ્ય સમજાતું નથી અને તેથી આત્મસ્રાંતિનું છેદન થતું નથી. આત્મભાંતિનું છેદન તો જિનેશ્વર ભગવાનના સાચા વારસદાર એવા વિદ્યમાન પ્રત્યક્ષ સદ્ગુરુ દ્વારા જ થઈ શકે છે, એટલે એ અપેક્ષાએ પરોક્ષ જિનનાં વચનો કરતાં પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર મોટો છે. પ્રત્યક્ષ સદ્ગુરુના સાન્નિધ્યમાં રહેવાથી તેમની શાંત મુદ્રા, તેમનું આત્મમય વલણ તથા તેમની પરમ શીતળ, પરમ પ્રેરક, પરમ ઉદાત્ત અને
www.jainelibrary.org