________________
૩૫૪
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેનું ધ્યાન સદ્ગુરુમાં જ કેન્દ્રિત રહે છે. તેમની સ્મૃતિ વિના તેનું ચિત્ત કશે પણ સ્થિરતા પામતું નથી. તે સદ્ગુરુના ગુણોના ચિંતનમાં જ લીન રહે છે. આમ, તેના હૃદયની સોંપણી સહજ રીતે થાય છે અને તેને સદ્ગુરુ પ્રત્યે બહુમાન અને ભક્તિના તીવ્ર ભાવ વર્તે છે.
સદ્ગુરુ પ્રત્યે આવો પ્રેમ અને ભક્તિ એ પણ રાગદશાનું જ લક્ષણ છે, પ્રશસ્ત રાગ જ છે. પરંતુ તે રાગ જીવને લાભનું કારણ થાય છે, કેમ કે તેનું અંતિમ પરિણામ ઇષ્ટ આવે છે. કાંટાથી કાંટો નીકળે, તેમ સંસાર તરફનો અપ્રશસ્ત રાગ ઉખેડી નાખવા સદગુરુ તરફનો પ્રશસ્ત રાગ ઉપકારક નીવડે છે. જેમ જેમ પ્રશસ્ત રાગ વધતો જાય છે, તેમ તેમ અપ્રશસ્ત રાગ છૂટતો જાય છે અને પછી સદ્ગુરુ પ્રત્યે થયેલ પ્રશસ્ત રાગને સ્થાને તત્ત્વવિચાર ગોઠવાઈ જાય છે અને તે રાગ અલ્પ પ્રયાસે વીતરાગતામાં પરિણમે છે. સંસાર સંબંધી - સ્ત્રી, પુત્ર, શરીર, વેપાર વગેરે તરફના ભાવમાં તો પાપનું જ પોષણ થાય છે. તેની દિશા બદલીને સદ્ગુરુ તરફનો ભાવ કરવામાં આવતાં રાગની મંદતા થાય છે અને સદ્ગુરુ પ્રત્યેના પ્રેમ દ્વારા સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ વધે છે.
આમ, સદ્ગુરુમાં અનુરાગ અને સંસારમાં અનુરાગ, અનુરાગપણે સમાનતા હોવા છતાં પણ બનેમાં મહાન અંતર છે - એક ઊર્ધ્વગમનનું કારણ છે, બીજું અધોગમનનું કારણ છે. પ્રભાત સમયે સૂર્ય જેમ રતાશને ધારણ કરે છે, તેવી જ રીતે અસ્ત સમયે પણ લાલિમાને ધારણ કરે છે; પરંતુ પ્રભાતની લાલિમા પછી તેનો અભ્યદય થાય છે, જ્યારે સાંજની લાલિમા પછી તેનું અધઃપતન થાય છે. સગુરુ પ્રત્યેનો રાગ પ્રભાતની લાલિમા સમાન છે, જેના પછી વીતરાગતાનો ઝગમગતો સૂર્ય ઊગે છે. દેહ-સ્ત્રીપુત્રાદિનો રાગ સંધ્યાની લાલિમા સમાન છે, જેની પાછળ અંધકાર છે, એટલે કે સંસારભ્રમણ છે. અહીં એટલું ધ્યાન રાખવા યોગ્ય છે કે સગુરુનો રાગ એટલે તેમના પાર્થિવ દેહ પ્રત્યે નહીં પણ તેમની આત્મચેષ્ટા પ્રત્યેનો રાગ. સંગુરુના ગુણો પ્રત્યેના રાગથી જીવ આત્મલક્ષી બને છે અને તે રાગ તેના સંસારનાશનું કારણ થાય છે. સદ્દગુરુએ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે માટે તેઓ પૂજ્ય છે અને તેથી તેમનો મહિમા ત્યારે જ આવ્યો કહેવાય જ્યારે આત્મસ્વરૂપનો મહિમા આવે. જો તેમ ન થાય તો સમજવું કે તેમના પ્રત્યે ભક્તિ જાગી નથી, પરંતુ શુભ ઋણાનુબંધ હોવાથી તેઓ ગમે છે. સદ્ગુરુના માધ્યમથી જે જીવ પોતાના જીવનને વીતરાગતા તરફ ઢાળે તેની જ ભક્તિ સાચી છે. જો વીતરાગતા તરફ ન જવાય તો સદ્ગુરુનો યોગ પણ અયોગરૂપ સાબિત થાય છે. આત્મસન્મુખ થાય તો જ આ યોગ સફળ ઠરે છે.
જેમ જેમ જીવનો સદ્ગુરુપ્રત્યયી પ્રેમ વધતો જાય છે, તેમ તેમ તેની અસવાસનાઓ સહજપણે વિલીન થતી જાય છે. પ્રેમની વેદી ઉપર દેહ, ભોગ અને સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org