________________
ગાથા-૩૪
૬૧૫
જે આત્માર્થી જીવ સદગુરુનાં અપૂર્વ ભક્તિપ્રેરક વચનામૃત, મુદ્રા અને સત્સમાગમથી આકર્ષાય છે, પોતાના અવળા અભિપ્રાયોનો ત્યાગ કરે છે, તેમની યથાર્થ ઓળખાણપૂર્વક ભક્તિ કરે છે તે અવશ્ય નિજપદને સાધે છે. તેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ્ઞાની ગુરુનું પડખું સેવવું અત્યંત જરૂરી છે. અત્રે જ્ઞાની એટલે આત્મજ્ઞાની - ભાવશ્રુતજ્ઞાની સમજવાનું છે. શાસ્ત્રપાઠરૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન હોય પણ જો ભાવશ્રુતજ્ઞાનરૂપ આત્મજ્ઞાન ન હોય તો તેઓ દ્વારા શિષ્ય-ઉપકારરૂપ પ્રયોજન સરી શકે નહીં. આત્મજ્ઞાન વિનાનું જ્ઞાન એ જ્ઞાન જ નથી. શ્રીમદ્ પ્રકાશે છે -
‘શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે.” શાસ્ત્ર તો જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તો માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય.'
સામાન્યપણે સમાજમાં એમ મનાય છે કે જ્ઞાનનો આધાર શાસ્ત્રાભ્યાસ છે. શાસ્ત્રજ્ઞાનની હીનાધિકતાથી વ્યક્તિની જ્ઞાનદશા મૂલવવામાં આવે છે. પરંતુ દ્રવ્યશ્રુત એ પારકું જ્ઞાન છે. ચિંતન વડે એ બૌદ્ધિક સ્તરે પ્રહાય છે, પણ ખરેખર તો એ જ્ઞાનનો પડછાયો છે - અનુભવીઓના જ્ઞાનનો જીવની બુદ્ધિમાં પડતો પડછાયો. શ્રુતના નિર્દેશ મુજબ ગતિ કરીને સ્વરૂપનો અનુભવ થાય, અર્થાત્ પ્રત્યક્ષ દર્શન લાધે ત્યારે જ્ઞાન લાધ્યું ગણાય અને ત્યારે જ એ જ્ઞાન પોતીકું બને છે. શાસ્ત્રની સમજણના આશ્રયે આત્મસ્વભાવમાં ઉપાદેયબુદ્ધિ કરી, ભેદજ્ઞાનની પ્રક્રિયા અપનાવતાં નિજસ્વરૂપનું ભાવભાસન થાય છે. અંતર્મુખ પુરુષાર્થ વડે સ્વભાવના ઉગ આશ્રયે પ્રવર્તવાથી પર્યાય રાગાદિ બંધભાવો સાથે ન મળતાં અંતરસ્વભાવ તરફ ઢળીને ચૈતન્ય સાથે એકમેક થાય છે અને શુદ્ધ ચૈતન્યનું વેદના થાય છે. આ નિર્મળ પર્યાય તે જ આત્મજ્ઞાન છે. આ રીતે દ્રવ્યશ્રુત ભાવશ્રુતની પ્રાપ્તિમાં પરમ અવલંબનભૂત છે, પરંતુ જો તે ભાવશ્રુતની પ્રાપ્તિનો ઈષ્ટ ઉદેશ દ્રવ્યશ્રુતના અવલંબને સાધવામાં ન આવે તો તે દ્રવ્યશ્રુત અફળ છે. અનંત ગુણોથી સંપન્ન એવા આત્મસ્વભાવનું અવલંબન લેવામાં ન આવે તો બધું જ્ઞાન વ્યર્થ છે. શાસ્ત્રનું પરિજ્ઞાન કેવળ એક શુદ્ધાત્માની પ્રાપ્તિના લક્ષે જ કાર્યકારી છે. તાત્પર્ય એ કે દ્રવ્યશ્રુત જો ભાવશ્રુત સહિત હોય અથવા ભાવશ્રુતનું કારણ થાય તો જ તેનું સફળપણું છે. આમ, પ્રધાનતા આત્મજ્ઞાનની જ છે અને તેથી આત્મજ્ઞાની જ ગુરુ થવાને પાત્ર છે. બહોળું શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જો આત્મજ્ઞાન - આત્માનુભૂતિ ન હોય તો તે વ્યક્તિ ગુરુ થવા માટે અપાત્ર છે.
શુદ્ધાત્માનો અનુભવ હોય ત્યાં સર્વ જ્ઞાન સ્વ-પરની ભિન્નતાને યથાર્થપણે સાધતું સમ્યકરૂપે પરિણમે છે, એટલે જ્ઞાનીનું સર્વ જ્ઞાન સમ્યજ્ઞાન જ હોય છે. કદાચિતું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૯ (પત્રાંક-૨૭૦) ૨- એજન, પૃ.૭૩૩ (ઉપદેશછાયા-૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org