________________
૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રીતે જાણનાર, વિદ્વાનોને પણ આશ્ચર્ય કરે તેવું દોહન કરીને શાસ્ત્ર અને વાણીને પ્રકાશિત કરનાર, ઊંડા આત્માર્થી અને આત્મતેજસંપન્ન પુરુષ હતા.*
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' માટે તેઓ કહે છે –
આ ગ્રંથ તદ્દન સરળ ગુજરાતી ભાષામાં દોહારૂપે બનાવી આત્મતત્વનું જગતના જીવોને યથાર્થ ભાન કરાવેલ છે. .....
આ ભણવાથી આત્મા વિષેના સંદેહો દૂર થાય છે. શ્રદ્ધા નિર્મળ થાય છે. રુચિ વિશેષ વૃદ્ધિ પામે છે.'
પ્રસ્તુત વિવરણમાં મૂળ ગાથા પછી પ્રથમ સંક્ષિપ્ત ગદ્યાર્થ અને તત્પશ્ચાત્ કંઈક વિસ્તારપૂર્વક વિશેષાર્થ આપેલ છે. આ વિવરણ જો કે સ્વતંત્ર રીતે થયેલ છે, પરંતુ તેના ઉપર શ્રી અંબાલાલભાઈ તથા બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત અર્થપ્રકાશનો પ્રભાવ પડેલો જણાય છે. ગાથાવાર વિવેચનનો વિસ્તાર લગભગ એકસરખો અને સુવ્યવસ્થિત રીતે થયેલો છે. અઘરા લાગતા શબ્દોના અર્થ એ જ પૃષ્ઠની પાદનોંધમાં મૂકી પ્રારંભિક કક્ષાના પાઠક માટે સરળતા કરી આપી છે.
શ્રી ધીરજલાલ મહેતાની ભાષા સરળ છે તથા તેમની રજૂઆતની શૈલી રસ જગાડનારી હોવા સાથે ગંભીર પણ છે. વળી, શ્રી સદ્ગુરુ પ્રત્યેની ભક્તિના તથા વૈરાગ્યના તેમના ઉદ્ગારો પાઠકનું ધ્યાન ખેંચે છે. શ્રીગુરુ અંગેના તેમના ટૂંકા પણ ભક્તિરસભીના ઉદ્ગારો પ્રશંસનીય છે. અમુક ગાથાનો અર્થપ્રકાશ અત્યંત સુંદર અને રોચક બન્યો છે.
- શ્રી ધીરજલાલ મહેતાકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પ્રસ્તુત વિવેચન એક તરફ અર્વાચીન ગુજરાતી ભાષામાં સરળ, સુંદર તેમજ સંક્ષિપ્ત રીતે રજૂ થયેલ હોવાથી અલ્પ ભાષાકીય તથા અલ્પ શાસ્ત્રીય જ્ઞાન ધરાવનારને પણ ઉપયોગી થાય છે, તો બીજી તરફ અભ્યાસી જીવોનો તથા વિભિન્ન ધર્મપ્રણાલી અનુસરનારનો રસ પણ જળવાઈ રહે એ રીતે સંપન્ન થયું છે.
(II) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં પ્રકરણ
(૧) “આત્મસિદ્ધિ શાસ્ત્ર' - શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રથમ જાણ દુનિયાને વિ.સં. ૧૯૬૧માં ‘શ્રીમદ્ ૧- ‘આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર', પ્રાસંગિક, વિવરણકર્તા ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા ૨- એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org