________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૫૩ થઈ શકે એમ વિચારી શ્રી ગિરધરભાઈએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન પદ્યાત્મક શૈલીથી કર્યું હોય એમ જણાય છે. પ્રથમ સદગુરુની સ્તુતિ અને તેમના ઉપકારના મહિમાના સંકીર્તનરૂપે ૨૭ દોહાનું મંગલાચરણ કરી તેમણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ‘પાદપૂર્તિ' રચી છે, અર્થાત્ મૂળ ગાથાના ચાર ચરણમાંથી સૌ પ્રથમ પહેલા ચરણને શબ્દશઃ લઈ. તેને અનુસરતા અન્ય ત્રણ ચરણ દ્વારા એક દોહરાનું સર્જન કરવામાં આવ્યું છે. ત્યારપછી અનુક્રમે તે ગાથાનું બીજું, ત્રીજું અને ચોથું ચરણ લઈ તે પ્રત્યેક માટે એક એક દોહો રચ્યો છે, જેમાં અનુક્રમે તેનું સ્થાન મૂળ ગાથાનાં ચરણસ્થાને, અર્થાત્ બીજા, ત્રીજા અને ચોથા ચરણે રાખ્યું છે. આમ, મૂળ ગાથાના એક એક ભાવને વિચારી, તેની પુષ્ટિરૂપે ત્રણ પદપ્રમાણ ભાવ ગૂંથી, આખી ગાથાને સમજાવવા પ્રત્યેક મૂળ ગાથા માટે ચાર ચાર દોહરા લખવામાં આવ્યા છે. ગ્રંથની અંતિમ ગાથાની પાદપૂર્તિ પછી શ્રી ગિરધરભાઈએ ર૬ દોહરામાં શિષ્યની ભક્તિ તથા સદ્ગુરુના અવલંબને થતો તેની આત્મદશાનો વિકાસક્રમ ગાઈ, પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પાસે સેવાભક્તિ-આશીર્વાદની પ્રયાચના તથા મોહક્ષયની ઉત્તમ ભાવના ભાવી સમાપન કર્યું છે.
પ્રસ્તુત વિવેચનમાં શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થની ગાઢ છાયા જોવામાં આવે છે. પાદપૂર્તિ કરવા અનેક સ્થળોએ તેમના શબ્દોનો આધાર લેવામાં આવ્યો છે. પદ્યાત્મક વિવેચન હોવા છતાં તે ભારેખમ આલંકારિક શબ્દો કે ગૂંચવી નાંખતી શૈલીથી મુક્ત રહી શક્યું છે એ તેનું જમા પાસું છે; તો નિયત શબ્દોમાં અર્થપ્રકાશ કરવાનો હોવાથી અભિવ્યક્તિની સંકડાશ તેમને નડી હોવાનું જણાય છે. તે સાથે રસમય, સરળ, રોચક લખાણનાં દૃષ્ટાંત પણ અનેક છે. વળી, સદ્ગુરુની ભક્તિનો મહિમા ગાવાની એક તક પણ તેમણે છોડી નથી. જુદી જુદી રીતે ભક્તિભાવની ઉલ્લસિત અભિવ્યક્તિમાં તેઓ સફળ રહ્યા છે.
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો સરળ અને રોચક પદ્યાત્મક અર્થવિસ્તાર આપવા ઉપરાંત વિવિધ આધ્યાત્મિક સત્યોનું વિવિધ દૃષ્ટિકોણથી સુંદર નિદર્શન કરાવનાર શ્રી ગિરધરભાઈની આ પાદપૂર્તિ મુમુક્ષુ જીવોને રસપ્રેરક, બોધદાયી અને સન્માર્ગદર્શક હોવાથી ઉપયોગી અને પ્રશંસનીય વિવેચનમાં સ્થાન પામે છે. (૧૦) આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર - શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું શ્રી ધીરજલાલ મહેતાકૃત વિવેચન વિ.સં. ૨૦૪૯(ઈ.સ. ૧૯૯૩)માં પ્રકાશિત થયું છે. ૮૩ પૃષ્ઠપ્રમાણ આ વિવેચનમાં શ્રી મહેતા શ્રીમન્ની અસામાન્ય પ્રતિભાનો પરિચય આપતાં કહે છે -
‘લઘુ વયથી વૈરાગ્યવાસિત આત્મા, અનેક પ્રકારનાં શાસ્ત્રોના મર્મોને સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org