SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ૫૫ રાજચંદ્ર' ગ્રંથ દ્વારા થઈ, જેનું પ્રકાશન શ્રીમદ્જ્ઞા લઘુભાતા શ્રી મનસુખભાઈએ શ્રી અંબાલાલભાઈ આદિની સહાયથી કર્યું હતું. ત્યારપછી વિ.સં. ૧૯૬૪(ઈ.સ. ૧૯૦૮)માં શ્રી મનસુખભાઈએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને પ્રથમ વાર અલગ પુસ્તકરૂપે પ્રગટ કર્યું, જેમાં તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની વિવેચનાત્મક પ્રસ્તાવના લખી હતી. આશરે ૫૦ પાનાંના આ ઉપોદ્ધાતનું શીર્ષક છે - ‘ગ્રંથગાંભીર્ય અને પ્રકાશકવિચાર'. શ્રી અંબાલાલભાઈના સંક્ષિપ્ત ગદ્યાર્થીને બાદ કરતાં, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપરનું આ પ્રથમ ઉપલબ્ધ વિવેચન છે. આ પુસ્તક દેવનાગરી લિપિમાં છાપવામાં આવ્યું છે. શ્રી મનસુખભાઈ મહેતા ગ્રંથપ્રકાશકની ભૂમિકાએથી મંથરચનાનું નિમિત્ત તથા ગ્રંથકારની પ્રશસ્તિ કરી, ગ્રંથનું માહાત્મ દર્શાવનારું વિવેચન શરૂ કરે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રથમ ગાથાથી શરૂ કરીને અંતિમ ગાથા પર્યત પ્રાયઃ તમામ ગાથાઓનો ભાવ અથવા મહિમા યથાસ્થાન દર્શાવવામાં આવ્યા છે. આ વિવેચનમાં તેમણે ગાથાવાર સમજૂતી ન આપતાં અમુક ગાથા સ્વતંત્રપણે સમજાવી છે, તો અમુક ગાથાઓને સમૂહમાં લઈ સંક્ષિપ્તમાં સમજાવી છે. પ્રસ્તુત ઉપોદઘાતમાં શ્રી મનસુખભાઈએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓના માહાભ્ય ઉપરાંત વચ્ચે વચ્ચે અનેક તત્ત્વચર્ચાઓ વણી લીધી છે. જિનાગમમાંથી લીધેલ માહિતીપૂર્ણ અવતરણો તથા દૃષ્ટાંતો, જૈન તેમજ જૈનેતર સંત કવિઓનાં પદો, સાંપ્રત કાળની સાંપ્રદાયિક વ્યવસ્થા ઉપરના માર્મિક પ્રહારો, શબ્દોનો સુંદર ઉપયોગ, શૈલીની પ્રવાહિતા વગેરેથી આ લેખને સમૃદ્ધિ સાંપડી છે. વળી, પ્રસ્તુત લેખ શ્રી મનસુખભાઈ મહેતાની સાહિત્યની સૂઝ, ન્યાયની પકડ તથા પદર્શનની વિશદ અભ્યાસપૂર્ણતા આદિનું સુંદર પ્રતિબિંબ પાડે છે. ગુણસ્થાનકની છણાવટ, કેવળજ્ઞાનની ચર્ચા, દ્રવ્યાનુયોગ અને કરણાનુયોગની દૃષ્ટિએ વિભિન્ન મુદ્દાઓની સમજૂતી આદિ ઉપરથી જૈન દર્શનના અનેક વિષયો સંબંધી શ્રી મનસુખભાઈએ કરેલાં વિશાળ વાંચન અને ગહન ચિંતનનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. અમુક સ્થળે, ખાસ કરીને અંતિમ ૮-૧૦ પાનાંમાં કેટલાક ઇતર વિષયો ઉપર પણ તેમણે ચર્ચા કરી છે. એકંદરે સમગ્ર લેખ અભ્યાસી પાઠકને જકડી રાખવામાં સફળ રહે છે. ઉપોદઘાત પછી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવેચનનો પ્રારંભ થાય છે. તેમાં પ્રથમ મૂળ ગાથા અને ત્યારપછી શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થ છાપવામાં આવ્યા છે. વિશેષાર્થની જરૂર જણાઈ ત્યાં ‘સમર્થન' રૂપે તે ગાથા સમજાવતા શ્રીમદે લખેલા પત્રો ઇત્યાદિ આપવામાં આવ્યા છે, જેમાં ષપદ અંતર્ગત શિષ્યની શંકા તથા શ્રીગુરુ દ્વારા અપાયેલ તેનાં સમાધાનના વિશેષાર્થ સ્પષ્ટ, સરળ અને સુંદર શૈલીના કારણે વિશેષ ધ્યાનાકર્ષક બન્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy