________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૬૯ ૧૯૨૭)માં ‘ત્મિ-સિદ્ધિ' પુસ્તકરૂપે પ્રકાશિત થયો હતો. ફોન શબ્દ'માં અનુવાદકશ્રી અજ્ઞાત' જણાવે છે કે પોતાના અલ્પ આયુષ્યમાં પણ શ્રીમદ્ જે અપૂર્વ સર્જન કરી ગયા છે, તે માત્ર જૈન સાહિત્યમાં જ નહીં, ભારતવર્ષના અન્ય આધ્યાત્મિક સાહિત્યમાં પણ શિરમોર સમાન છે અને આધ્યાત્મિક ગ્રંથોની પંક્તિમાં આ ગ્રંથ અવશ્ય ઉચ્ચ દરજ્જાનો છે.
પુસ્તિકાના પ્રારંભમાં શ્રી લક્ષ્મણ ભિડેએ આશરે ૧૬ પૃષ્ઠપ્રમાણ પ્રસ્તાવનામાં શ્રીમતું જીવનચરિત્ર આલેખ્યું છે. મરાઠી પદ્યાનુવાદ પછી દેવનાગરી લિપિમાં મૂળ શાસ્ત્ર અને તત્પશ્ચાત્ ‘પરિશિષ્ટમાં મૂળ શાસ્ત્રમાં વપરાયેલ જૈન પારિભાષિક શબ્દોની તથા ષપદની સમજ આપવામાં આવી છે, જે પ્રારંભિક કક્ષાના તથા જૈનેતર જિજ્ઞાસુઓ માટે અતિ ઉપયોગી છે.
પ્રસ્તુત અનુવાદ સરળ અને રોજબરોજની કહી શકાય એવી મરાઠી ભાષામાં સંપન્ન થયો છે, જેથી તે ભાષાના પાઠકને મૂળ કૃતિનો રસાસ્વાદ કરાવવામાં તે ઉપયોગી નીવડે છે. તેમાંની એક ગાથા જોઈએ –
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદગુરુ શરણમાં, અા પ્રયાસે જાય.” મૂળ શાસ્ત્રની ઉપરોક્ત ૧૮મી ગાથા આ રીતે અનુવાદ પામી છે –
'मानादिक शत्रुमहा, निजछंदें कधिं न मारिलें जाती ।
जातां शरण सुगुरुला, अल्प प्रयासें हि नष्ट तें होती ।।' આ અનુવાદમાં કંઈક પુરાણી કહી શકાય એવી મરાઠી ભાષા પ્રયુક્ત થઈ છે. મૂળ કૃતિના ભાવ મરાઠીમાં ઉતારવા શબ્દોમાં પુષ્કળ છૂટછાટ લેવામાં આવી છે. મૂળ શાસ્ત્રને દોહરાના બદલે આર્યાછંદમાં અનુવાદિત કર્યું હોવાથી પણ તેમાં ઘણા શબ્દો ઉમેરવા પડ્યા છે. અમુક ફેરફારો જોતાં એમ લાગે છે કે પ્રસ્તુત મરાઠી પદ્યાનુવાદ માટે મૂળ શાસ્ત્ર કરતાં પંડિત બેચરદાસના સંસ્કૃત પદ્યાનુવાદનો આધાર વિશેષ લેવામાં આવ્યો હોવો જોઈએ.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો મરાઠી ભાષામાં થયેલ આ સરળ પદ્યાનુવાદ ગુજરાતી ભાષાનું જ્ઞાન ન ધરાવતી મરાઠી જનતાને શ્રીમો તથા તેમના ઉદાત્ત જીવન એવમ્ ઉમદા સાહિત્યનો પરિચય આપવામાં સફળ રહ્યો છે. (૨) શ્રીમતી પધાબાઈ બેડેકર
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો દ્વિતીય મરાઠી પદ્યાનુવાદ શ્રીમતી પદ્માબાઈ બેડેકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org