________________
६८
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈ દ્વારા પ્રકાશિત તથા શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા દ્વારા સંપાદિત “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની બીજી આવૃત્તિ વિ.સં. ૧૯૮૨માં પ્રસિદ્ધિ પામી હતી. તે ગ્રંથનો અક્ષરશઃ હિંદી અનુવાદ પંડિત જગદીશચંદ્ર શાસ્ત્રી દ્વારા સંપન્ન થયો, જે વિ.સં. ૧૯૯૪(ઈ.સ. ૧૯૩૮)માં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પ્રથમ હિંદી સંસ્કરણ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આ ગ્રંથ અંતર્ગત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મૂળ ગાથાઓનો હિંદી અનુવાદ થયો નથી, પરંતુ મૂળ ગાથાઓને દેવનાગરી લિપિમાં છાપવામાં આવી છે, જ્યારે શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થનો તથા શાસ્ત્રની અમુક ગાથાઓ સંબંધી શ્રીમદે લખેલા પત્રોનો શબ્દશઃ હિંદી અનુવાદ શ્રી શાસ્ત્રીએ કર્યો છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ દ્વારા પ્રકાશિત ‘નિત્ય નિયમાદિ પાઠમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત તથા બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત વિશેષાર્થ સમાવિષ્ટ કરેલ છે. આ ‘નિત્ય નિયમાદિ પાઠનું હિંદી ભાષાંતર પંડિત શોભાચન્દ્રજી ભારિલ્લ દ્વારા થયું હતું, જે એ જ પ્રકાશક દ્વારા વિ.સં. ૨૦૦૦ (ઈ.સ. ૧૯૪૪)માં પ્રસિદ્ધિ પામ્યું હતું. આ પુસ્તક અંતર્ગત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રકરણના શ્રી ભારિત્સકૃત હિંદી ભાષાંતરમાં મૂળ ગાથાઓનું હિંદી ભાષાંતર થયું નથી,
જ્યારે શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થ તથા બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધન-દાસજીકૃત વિશેષાર્થ હિંદી ભાષામાં અનુવાદિત થયા છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તરફથી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમ ગુજરાતી આવત્તિ વિ.સં. ૨૦૦૭માં પ્રકાશિત થઈ હતી. આ આવત્તિ શ્રી હંસરાજ જૈન હિંદી સંસ્કરણ પામી છે. વિ.સં. ૨૦૩૦(ઈ.સ. ૧૯૭૪)માં આ હિંદી સંસ્કરણની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. પૂર્વપ્રણાલીને માન આપી, પ્રસ્તુત હિંદી ગ્રંથમાં પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મૂળ ગાથાઓ યથાવત્ રાખવામાં આવી અને તેના ગદ્ય વિભાગનું હિંદી ભાષાંતર કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત ચાર ભાષાંતરોની ભાષાશૈલી તે તે ભાષાંતરના કાળાનુસાર સરળ અને યોગ્ય હોવાથી તે ભાષાંતરો પોતપોતાની રીતે હિંદીભાષી મુમુક્ષુ વર્ગને સ્વીકાર્ય અને ઉપયોગી બન્યાં હતાં.
(II) મરાઠી અનુવાદ (૧) ‘ઉત્સ-સિદ્ધિ - શ્રી અજ્ઞાત'
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો મરાઠી ભાષામાં થયેલ પદ્યાનુવાદ વિ.સં. ૧૯૮૩(ઈ.સ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org