________________
ગાથા-૧૪
૩૧૭
આમ, શાસ્ત્રનું રહસ્ય પામેલા આત્મજ્ઞાની સદ્ગુરુનો પ્રત્યક્ષ સમાગમ નિરંતર ન રહેતો હોય ત્યારે તેમણે અવગાહન અર્થે સૂચવેલાં શાસ્ત્રની વિચારણા કરી, સુપાત્ર જીવ મતમતાંતરાદિ ભુલભુલામણીમાં અટવાયા વિના, સાધનામાર્ગમાં ઉત્તરોત્તર વિકાસ સાધી શીવ્ર ઇષ્ટ ધ્યેય સુધી પહોંચે છે. સદ્દગુરુની આજ્ઞા અનુસાર શાસ્ત્રોનાં વાંચન, પૃચ્છા, અનુપ્રેક્ષા, આમ્નાય તથા ધર્મકથારૂપ સ્વાધ્યાયના પાંચ પ્રકારોનું સેવન કરતાં દૃષ્ટિ બાહ્ય સંયોગો ઉપરથી ખસી અંતરમાં જ્ઞાયક પ્રતિ વળે છે. કર્મના ઉદયમાં ઉપયોગને તણાતો અટકાવવામાં સ્વાધ્યાય ખૂબ ઉપકારી છે. વિષમ સંજોગોમાં સ્વાધ્યાયથી સમતાપૂર્વક રહી શકાય છે. આમ, શાસ્ત્રસ્વાધ્યાયથી પુષ્કળ લાભ છે.
જેમની જિજ્ઞાસાનો દોર આત્મા તરફ વળ્યો છે એવા ભવ્ય જીવોનાં હિતને માટે વીતરાગી સંતોએ શાસ્ત્રો રચ્યાં છે. સત્પરુષોએ ભવને છેદતાં છેદતાં અને મોક્ષને સાધતાં સાધતાં જે શાસ્ત્ર રચ્યાં તે શાસ્ત્રો ભવના છેદક છે અને મોક્ષના ઉત્પાદક છે. આત્મકલ્યાણનો અચળ નિર્ધાર કરી, સદ્ગુરુના દઢ આશ્રયે જે સુપાત્ર જીવ સતુશાસ્ત્રના અભ્યાસનો ઉદ્યમ કરે છે, તેને તે અવશ્ય લાભનું કારણ બને છે. ગુરુગમથી અગમ અગોચર એવાં આગમ સુગમ બને છે. મોક્ષાર્થી જીવ તે વાણી ઝીલી, આત્મા તરફ વળીને પરમ આનંદ પામે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘અથવા સદગુરુએ કહ્યાં, જે અધિકારી વિશેષ; જાણી હિત આત્મા તણું, જેથી ભાવ અકલેશ. આપ્તવચન શાસ્ત્રો કહ્યાં, જે અવગાહન કાજ; તે સમ્યગુ દષ્ટિ વડે, સત્સંગ શુભ સાંજ. સદ્દગુરુ ભાષિત શાસ્ત્ર છે, જે જે છે સત્યાર્થ; તે તે નિત્ય વિચારવાં, જેમ જ્યાં જડે પરમાર્થ. માટે સન્શાસ્ત્રો કહ્યાં, શ્રીમદ્ સદ્ગુરુ રાજ; તે આત્માર્થે જાણવાં, કરી મતાંતર ત્યાજ.૨
* * * ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૯, સૂત્ર ૨૫
“વચના-પૃચ્છના-નક્ષT-SSનાથ-ઘોંપશી: I' ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૫૩-૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org