________________
૩૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવેલ કુવિકલ્પોને તે ધર્મદઢતાનું નામ આપી દે છે. તે પોતાના મતને યથાર્થ ઠેરવવા જાતજાતનાં કારણો રજૂ કરે છે અને પોતાના કુળધર્માદિના મતને સિદ્ધ કરવાના આશયથી જ્ઞાનીનાં વચનોનો ઉપયોગ કરે છે, જ્ઞાનીનાં વચનોની સાક્ષી આપે છે અને એમ કરવા જતાં તે અનંત સંસાર વધારી બેસે છે. તેથી મતાંતર, દષ્ટિ-દ્વેષ, કદાહ છોડીને; મતભેદાતીત મધ્યસ્થ દૃષ્ટિથી, સત્ જેમ પમાય તેમ, આત્માર્થે નિત્યપ્રતિ શાસ્ત્રો વિચારવા ઘટે છે. સાંપ્રદાયિક પક્ષપાતની ખોટી ગ્રંથિ હોવી ન ઘટે. મતાગ્રહ હોય ત્યાં મધ્યસ્થ ભાવ ન હોવાથી કુતર્કનું પ્રધાનપણું થઈ જાય છે. કુતર્કો અતિભમ ઉપજાવી જીવને અવળે માર્ગે લઈ જાય છે. ગુરુએ આજ્ઞા કરેલ શાસ્ત્રોનું, મતમતાંતરના ભાવને છોડીને વાંચવાથી જ સમ્યક્ અર્થઘટન થઈ શકે છે.
મતાગ્રહના કારણે જીવ ધર્મભાવને બદલે ધર્માધતા તરફ ધકેલાઈ જાય છે. આ ધર્માધપણાના કારણે બુદ્ધિ સાર-અસારનો વિવેક કરી શકતી નથી. ધર્માધપણાથી પરાધીન થઈ જનારને સત્ય કે અસત્ય જોવાની વૃત્તિ રહેતી નથી. દિગંબર, શ્વેતાંબર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, ત્રિસ્તુતિક વગેરે જેમાં પોતે જન્મ્યો હોય તે સંપ્રદાયની માન્યતાનો આગ્રહ કરે છે અને અન્ય મતનો સ્વીકાર તો દૂર રહ્યો પણ તેનો નિષેધ કરે છે. તે પોતાના કુળધર્મનો જ આગ્રહ રાખે છે અને તેની સર્વોપરીતા સિદ્ધ કરવા મિથ્યા પ્રયાસો કરે છે. શ્રીમદ્ પ્રકાશે છે કે -
“જીવ જે જે કુળમાં ઊપજે છે તેનો તેનો આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધો હોત તો તેનો આગ્રહ થઈ જાત; જો તપામાં હોય તો તપાનો આગ્રહ થઈ જાય. જીવનું સ્વરૂપ ટુંઢિયા નથી, તપ નથી, કુલ નથી, જાતિ નથી, વર્ણ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવો એ કેવું અજ્ઞાન છે!”
વિચાર તેમજ આચારવિષયક મતભેદોના કારણે અનેક ફિરકાઓ, સંપ્રદાયો, ગચ્છો અસ્તિત્વમાં આવ્યા છે. પરિપક્વ મુમુક્ષુ તો આ ભિન્ન ભિન્ન મત-પંથના ગ્રંથો અને વિભિન્ન પરિભાષામાંથી પણ સાધનાને ઉપયોગી પ્રેરણા અને પથદર્શન ગ્રહણ કરી લે છે, જ્યારે આગ્રહી જીવ નિજમતનાં શાસ્ત્રો તે પોતાનાં અને અન્ય મતનાં શાસ્ત્રો તે પરાયાં એવો ભેદ પાડે છે. તે પોતાનાં શાસ્ત્રો સ્વમતનું ખંડન કરવા માટે અને પરાયાં શાસ્ત્રો પરમતનું ખંડન કરવા માટે વાંચે છે. તેને માટે શાસ્ત્રની સત્યતાનો માપદંડ એટલો જ છે કે તે શાસ્ત્ર પોતાના મત-પંથ-સંપ્રદાયની કૃતિ છે કે નહીં. સ્વમતાગ્રહી હોવાથી તે જીવની વૃત્તિ લેશિત ભાવમાં જોડાઈ જાય છે અને તેથી વિખવાદ થાય છે. જાતિ, કુળ, ગચ્છ આદિના આગ્રહથી જરા પણ લાભ થતો ન હોવાથી જ સુપાત્ર જીવે મતાંતરનો ત્યાગ કરવો જોઈએ એમ અહીં સ્પષ્ટ કહ્યું છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૫ (ઉપદેશછાયા-૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org