________________
ગાથા-૧૪
૩૧૫ ન્યાયોનો, દૃષ્ટાંતોનો જ રસ રહે છે. આત્મરસ ન હોવાથી તેમાં રોકાઈ જવાય છે અને સમય વેડફાઈ જાય છે. માટે સુપાત્ર જીવે સ્વરૂપાસ સિવાય અન્ય કોઈ પણ રસ ન કેળવાઈ જાય તેની જાગૃતિ રાખવી ઘટે છે. વાંચન-ચિંતન-મનનમાં સ્વભાવનો લક્ષ હોય તો જ તે સર્વ યથાર્થ છે. આત્મહિતના લક્ષે શાસ્ત્રોનો અભ્યાસ કરી, તે દ્વારા પ્રાપ્ત થયેલ સમજણને પ્રયોગમાં મૂકે તો કાર્યસિદ્ધિ થાય.
સમજણના બે પ્રકાર છે - યથાર્થ અને અયથાર્થ. આગમવિરુદ્ધ અથવા સિદ્ધાંતવિરુદ્ધ સમજણ તે સાચી સમજણ નથી. કેટલીક વાર પોતાની સમજણ આગમ અનુસાર હોય તેવું લાગે છે, પણ તેમાં આત્મહિતનો લક્ષ ન હોવાથી, અભિપ્રાય જુદો હોવાથી તેમાં યથાર્થતા હોતી નથી. તેમાં લોકરંજનાદિનો જ આશય હોય છે. શાસ્ત્રનો અભ્યાસ કરી વિદ્વત્તા દેખાડવાની, એટલે કે પાંડિત્યપ્રદર્શનની વૃત્તિ હોય તો તેથી આત્મલાભ થતો નથી. શાસ્ત્રોનું ભણતર કરવા છતાં જીવમાં યથાર્થ આત્માર્થીપણું આવતું નથી. તેના પરિણમનમાં વિપરીતતાનો વેગ હોય છે. જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હોવા છતાં તેનો ઉપયોગ સ્થૂળ હોય છે. તેના જ્ઞાનનો ક્ષયોપશમ જો કે શાસ્ત્રાનુસાર અર્થઘટન કરવા સમર્થ હોવા છતાં યથાર્થ આત્માર્થીપણાના અભાવના કારણે શુષ્કતા હોય છે. સમજણમાં યથાર્થતા ન આવે તો જીવ શુષ્કજ્ઞાની થઈ જાય છે. સુપાત્રતા વિના વાંચનવિચારાદિની પદ્ધતિ કાર્યકારી થતી નથી. સતુશાસ્ત્રોનો સ્વાધ્યાય કરવા છતાં પણ જે સ્વભાવનો પુરુષાર્થ કરતો નથી તે અધ્યાત્મજ્ઞાનથી દૂર રહે છે. તેના જીવનમાં શુષ્કતા આવી જાય છે. અતિવાચાળપણું, ઉન્મત્તતા, અહંકારાદિ દોષો તેનામાં ઉત્પન્ન થાય છે. આ દોષોથી બચવા માટે જીવે મુમુક્ષુતા, વૈરાગ્યાદિ ગુણો કેળવવા ઘટે છે.'
સત્શાસ્ત્રોથી લાભાન્વિત થવું હોય તો જીવે મતમતાંતરના આગ્રહનો ત્યાગ કરવો જોઈએ. સરળતા, મધ્યસ્થતા અને વિશાળ દૃષ્ટિથી શાસ્ત્રાવલોકન કરવામાં આવે તો જ તે ઉપકારી બને છે. શાસ્ત્રમાંથી મનફાવતું વચન, મનફાવતી રીતે ઊંચકીને જ્ઞાનીપુરુષના મતને ઇરાદાપૂર્વક એકાંતથી દૂષિત કરવું એ ઘોર પાપ છે. પૂર્વાપર વિરોધરહિત સર્વજ્ઞા વીતરાગનાં વચનોમાં રહેલું રહસ્ય તે સમજતો નથી અને માત્ર એક પડખાની વાત પકડે છે, તેથી તે આગ્રહ, વિપર્યાસ આદિ અનેક દોષોમાં ફસાય છે. જ્ઞાનીનાં વચનો પણ તે પોતાના મત અનુસાર વાંચે છે, વિચારે છે અને કહે છે. શાસ્ત્રાભ્યાસથી તેના વિચારો ધર્મની પરિભાષામાં ઊતરે છે, પણ તેની પાછળ પીઠબળ કોનું છે, મતાહનું કે નિર્મળ બુદ્ધિનું - તેનો ભેદ તે કરી શકતો નથી. ધાર્મિક શબ્દોના વાઘા પહેરીને ૧- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, “કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૪૬૨
'पूयादिसु णिरवेक्खो जिणसत्थं जो पढेइ भत्तीए । कम्ममलसोहणटुं सुयलाहो सुहयरो तस्स ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org