________________
ગાથા-૨૧
૪૧૧ એવો ઠાંસી ઠાંસીને ભરવો કે એ વાળથી ભરેલા કૂવા ઉપરથી જો ચક્રવર્તીની ચતુરંગી સેના પસાર થાય તો પણ માર્ગમાં વાળથી ભરેલો કૂવો હતો તેનો લેશ પણ ખ્યાલ તેમને ન આવે. આ રીતે ભરેલા એ કૂવામાંથી દર ૧૦૦ વર્ષે વાળનો એક એક ટુકડો કાઢતાં, જેટલા વર્ષે એ કૂવો સંપૂર્ણ ખાલી થાય તેટલા વર્ષનું એક પલ્યોપમ કહેવાય. આવા દસ કોડાકોડી (કરોડ ગુણ્યા કરોડ) પલ્યોપમનું એક સાગરોપમ થાય. આવા ૭૦ કોડાકોડી સાગરોપમની મહામોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને તે ઉપરથી જ તેનું હાનિકારક સ્વરૂપ સહજ રીતે સમજી શકાય છે.
મહામોહનીય કર્મના કારણે જીવ પોતે જ પોતાની અબોધિ(રત્નત્રયરૂપ ધર્મની અપ્રાપ્તિ)નું કારણ બને છે અને દુર્ગતિઓમાં જઈ સંસારમાં ખૂબ પરિભ્રમણ કરે છે. શુભ કર્મના ઉદયે વર્તમાનમાં સગવડો, પૂજા, સત્કાર આદિ મળે છે, પણ બંધ તો તીવ મોહનો થાય છે, જેના કારણે હલકી ગતિઓમાં ભમે છે. શ્રી સમવાયાંગ સૂત્ર' આદિ શાસ્ત્રોમાં મહામહનીય કર્મના બંધનાં ત્રીસ સ્થાનકો વર્ણવવામાં આવ્યા છે. ૧ ૧- ‘શ્રી સમવાયાંગ સૂત્ર', સૂત્ર ૩૦માં મહામોહનીયનાં ત્રીસ સ્થાનકો આ પ્રમાણે બતાવવામાં
આવ્યાં છે – (૧) ત્રસ જીવોને પાણીમાં નાખી, પગથી કચરી મારી નાખે. (૨) કોઈના માથાને ચામડાથી વીંટી મારી નાખે. (૩) કોઈને મોઢે ડૂચો દઈ મારી નાખે. (૪) બંધ ઘરમાં ખૂબ અગ્નિ સળગાવી તેના ધૂમાડાથી જીવોની હત્યા કરે. (૫) સંક્લિષ્ટ ચિત્તથી કોઈના માથાને ધડથી કાપી નાખી પછી ધડને પણ વિદારે. (૬) કોઈને ઠગીને (વિષયુક્ત) ફળથી અથવા લાકડીથી હત્યા કરતાં કરતાં પણ તેની પાછી મજાક કરે. (૭) પોતાના કપટ વડે બીજા કપટને ઢાંકી દે (ગૂઢાચારી), પોતાના દોષનો અપલાપ કરે તથા અસત્ય બોલે. (૮) પોતાના અપકૃત્યનો ભાર બીજાને માથે નાખી દે અથવા બીજાની સામે કોઈના દોષો ઉઘાડા પાડી દે અને તેને કહે કે “તેં આ કર્યું છે' વગેરે. (૯) અસત્ય જાણવા છતાં પરિષદમાં સાચું-જૂઠું (જેમાં સત્યાંશ ઓછો હોય અને અસત્યાંશ વધારે હોય) બોલ્યા કરે અને કલહ કરાવે. (૧૦) રાજાનો મંત્રી હોવા છતાં પ્રજામાં વિદ્રોહ જગવી રાજ્યની આવકના માર્ગો બંધ કરે અથવા રાણીને મારી નંખાવે અને રાજાને રાજ્યની બહાર કઢાવી મૂકે. (૧૧) કોઈ દીન વાણીથી દયાની માંગણી કરતો હોય છતાં તેનો જવાબ તિરસ્કારભરી વાણીમાં આપે અને તેના ભોગોનો નાશ કરે. (૧૨) સ્ત્રીમાં લોલુપ હોય અને પોતે બાલબ્રહ્મચારી ન હોવા છતાં બાલબ્રહ્મચારી છે એવું કહ્યા કરે. પોતે અબહ્મચારી છતાં બહ્મચારી છે તેમ કહ્યા કરે. (૧૩) આ તો અમુક રાજાનો આશ્રિત છે એવી પ્રસિદ્ધિ થવાથી લોકોમાં ધન વગેરે મળે છે એમ ધારી રાજ્યાશ્રય સ્વીકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org