________________
ગાથા ૨૭માં કહ્યું દેવ, નરક આદિ ચતુર્ગતિના ભાંગાના વર્ણનનો
ભૂમિકા વિશેષ પરમાર્થહેતુ સમજ્યા વિના, તે વર્ણનમાં જ બધું શ્રુતજ્ઞાન સમાઈ ગયું છે એવું મતાર્થી માને છે તથા એવો કદાગ્રહ ધરાવે છે કે પોતે ધારણ કરેલ મત તથા વેષથી જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે.
ગાથા
આમ, ધર્મતત્ત્વ અંતર્ગત શાસ્ત્રો, મત તથા વેષ પરત્વેની મિથ્યા માન્યતાનો પ્રકાર દર્શાવી, હવે ધર્મના અંગભૂત એવાં વ્રત (ઉપલક્ષણથી તપ) વિષે કેવો મતાર્થ પ્રવર્તે છે તેનું દર્શન કરાવતાં શ્રીમદ્ કહે છે
ગાથા
‘લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું ગ્રહે નહીં પરમાર્થને, લેવા
ભાવાર્થ
Jain Education International
૨૮
વ્રત અભિમાન;
લૌકિક માન.' (૨૮)
અર્થ
વૃત્તિનું સ્વરૂપ શું? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. (૨૮)
ધર્માચરણના અંગભૂત એવાં વ્રત-તપનું પારમાર્થિક સ્વરૂપ સમજાવતાં જ્ઞાની
પુરુષો કહે છે કે સ્વરૂપમાં વર્તવું તે વ્રત અને સ્વરૂપમાં પ્રતપવું તે તપ. વ્રત-તપનો આ પરમાર્થ સમજીને, તે પરમાર્થના લક્ષે કરાતાં બાહ્ય વ્રત-તપ શુદ્ધોપયોગની પ્રાપ્તિ તથા વૃદ્ધિ અર્થે સહાયકારી નીવડે છે. આમ, વ્યવહાર સંયમ (વ્રત-તપ) પણ પરમાર્થ સંયમને (વ્રત-તપ) ઉપકારી હોવાથી કોઈ પણ જ્ઞાનીએ બાહ્ય વ્રત-તપનો કદી પણ નિષેધ કર્યો નથી, પણ તેને સમ્યક્ રીતે આચરવાનું વિધાન કર્યું છે. વ્રત-તપનું પા૨માર્થિક સ્વરૂપ સમજ્યા વિના, વ્રત-તપ પાછળનો જ્ઞાનીઓનો આશય સમજ્યા વિના, તેની જાગૃતિ રાખ્યા વિના, માત્ર બાહ્ય વ્રત-તપનું આચરણ કરે અને વળી તેનું અભિમાન કરે તે જીવની ગણના મતાર્થીમાં થાય છે. વ્રત-તપ આદિ ધર્મપ્રવૃત્તિ કરીને પોતાની વૃત્તિની શુદ્ધિ થઈ રહી છે કે નહીં એ માટે તે આંતર નિરીક્ષણ કરતો નથી. વૃત્તિ ક્યાં છે? કેવી છે? કેવી હોવી જોઈએ? એ સમજણ વિના, એ તરફનાં રુચિ અને વલણ વિના, માત્ર બાહ્ય વ્રત-તપ આદિ કરવામાં મતાર્થી જીવ કૃતકૃત્યતા માને છે. વાસ્તવમાં આત્મવિકાસનો સંબંધ ચિત્તશુદ્ધિ સાથે છે, તેથી વ્રતતપ આદિ દ્વારા વૃત્તિની સુધારણા થવી જોઈએ. ચિત્તમાં ઊઠતાં સ્વાર્થમય વિચાર,
For Private & Personal Use Only
www.jainelibrary.org