________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગવૈરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે.
૨૧૪
જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માર્થી કહેવાય.'૧
ધર્મની આરાધના કરનારાઓના બે વર્ગ છે. એક વર્ગ એવો છે કે જે કુળપરંપરાથી પ્રાપ્ત ધર્મક્રિયાઓનાં આચરણ કે શાસ્ત્રનાં શ્રવણ-પઠનથી સંતુષ્ટ રહે છે. તે જપ, તપ, દાન, શાસ્ત્રવાંચન વગેરે કરીને ધર્મની આરાધના કર્યાનો સંતોષ માને છે. જ્યારે બીજો વર્ગ આત્માર્થી - માત્ર ધર્માનુષ્ઠાન અને ક્રિયાકાંડોનાં આચરણથી સંતુષ્ટ થતો નથી. તે પરિણામલક્ષી હોય છે. સત્સાધન દ્વારા પોતાનાં પરિણામોને આત્મસન્મુખ કરવા મથતો હોય છે. તેથી ધર્માનુષ્ઠાનો કર્યાં પછી પરિણામોનું નિરીક્ષણ કરવા તે સદા તત્પર રહે છે અને પોતાની વૃત્તિઓમાં કેટલો ફરક પડ્યો તેની નિત્ય તપાસ કરતો રહે છે. ધર્મપ્રવૃત્તિ કરતાં અંતરમાં કંઈક ‘સધાયું' છે કે નહીં તેની જાગૃતિ તેને સતત રહે છે. પોતાની સાધનામાં કાંઈ ત્રુટિ દેખાય તો તે સુધારે છે, જરૂર જણાય તો તે સાધન બદલે પણ છે. પોતાને પ્રાપ્ત સાધનપદ્ધતિથી ધારેલું પરિણામ નીપજતું ન દેખાય તો તે એનું કારણ શોધવાનો પ્રયાસ કરે છે અને પોતાની સાધનામાં રહી જતી સ્ખલનાને દૂર કરવા પ્રયત્ન કરે છે. તે પોતાનાં મતનો કે સાધનનો આંધળો આગ્રહ રાખતો નથી. સાધ્યને નજર સામે રાખીને પ્રયોગ કરનારને પોતાનાં સાધનો પ્રત્યેનું મમત્વ પરવડતું નથી. તે આદરેલી સાધનપદ્ધતિનું અભિમાન કે તેનો આગ્રહ ન રાખતાં જ્યારે છોડવા યોગ્ય લાગે ત્યારે છોડે છે અને સેવવા યોગ્ય લાગે ત્યારે સેવે છે. આ રીતે તે હંમેશાં વિવેકપૂર્વક વર્તે છે.
આત્માર્થી જીવને આત્મકલ્યાણ અર્થે અને ભવદુઃખથી છૂટવા માટે અનંત કાળની ભૂલ ભાંગી જાય અને અપૂર્વ શાંતિ મળે તેવું જીવન જીવવું હોય છે. સંયોગોનું અનિત્યપણું અને મનુષ્યદેહનું દુર્લભપણું તેને સમજાયું હોવાથી સ્વરૂપના અભ્યાસમાં તે જાગૃતિપૂર્વક અને આત્માના મહિમાપૂર્વક જોડાય છે. મનુષ્યભવ માત્ર દેહાર્યે વ્યતીત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org