SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૮ ૬૭૭ નિરંતર અવલોકન કરે છે. થયેલા કષાય માટે તેને પસ્તાવો થાય છે, અસાવધાની માટે અંતરમાં નિંદા કરે છે અને તેને કષાયને કાઢવાની ખટક રહ્યા કરે છે. આ રીતે જાગૃતિપૂર્વક કષાયોને ઉપશાંત કરવાના અભ્યાસથી કષાયની શક્તિ અને કાળ ઘટતાં જાય છે. જો કષાયની શક્તિ અને કાળ વિશેષ પ્રમાણમાં હોય તો એ કષાય પોતાની પાછળ દઢ સંસ્કાર છોડતો જાય છે, પરંતુ ઉપશમ દ્વારા એની શક્તિ અને કાળા ઘટાડવામાં આવતાં આત્મામાં કષાયના જે સંસ્કાર પડે છે એ અલ્પજીવી અને અલ્પશક્તિશાળી હોય છે. તેથી ચિત્તની નિર્મળતા ઉત્તરોત્તર વધતી જાય છે, જેના પરિણામે સાચી શાંતિનો અનુભવ થાય છે. આમ, આત્માર્થી જીવ સુખ-શાંતિને અવરોધક અને કર્મબંધમાં કારણભૂત એવા કષાયોને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો અભ્યાસ નિરંતર કરતો હોય છે. આચાર્યશ્રી ગુણભદ્રજી કહે છે કે નિર્મળ અને અગાધ હૃદયરૂપ સરોવરમાં જ્યાં સુધી કષાયોરૂપી હિંસક જંતુઓનો સમૂહ નિવાસ કરીને રહે છે, ત્યાં સુધી નિશ્ચયથી ઉત્તમ ક્ષમાદિ ગુણોનો સમુદાય નિઃશંક થઈને તે હૃદયરૂપ સરોવરનો આશ્રય લેતો નથી. એટલા માટે હે ભવ્ય! યમરૂપ પાંચ વ્રતો સહિત તીવ્ર, મધ્યમ અને મંદ ઉપશમના ભેદો વડે કષાયોને જીતવાનો પ્રયત્ન કર. શ્રીમદ્ લખે છે – બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે.” આત્માર્થી જીવ આત્મગુણને અટકાવનાર કષાયોને અકષાયી સ્વભાવના આશ્રયે પાતળા પાડે છે, રોકે છે. આત્માના મૂળ સ્વભાવમાં ક્રોધાદિ ભાવો નથી. ક્રોધાદિ કષાયો આત્મામાં જ થાય છે, પરંતુ તે કષાયો જીવના સ્વભાવથી સર્વથા ભિન્ન છે. આત્માનો સ્વભાવ તો ત્રિકાળી શુદ્ધ જ છે અને તેની પર્યાયમાં એવી યોગ્યતા હોય છે કે કાં તો તે સ્વાભાવિક રીતે પરિણમે અથવા તો વૈભાવિક રીતે પરિણમે. જો સ્વનો ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૨૧૩ 'हृदयसरसि यावन्निर्मलेऽप्यत्यगाधे वसति खलु कषायग्राहचक्रं समन्तात् । श्रयति गुणगणोऽयं तन्न तावद्विशङ्क सयमशमविशेषैस्तान् विजेतुं यतस्व ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૧ (પત્રાંક-૫૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy