________________
ગાથા - ૩૫
અથી
ગાથા ૩૪માં આત્માર્થીની ગુરુ સંબંધી માન્યતા બતાવતાં કહ્યું કે આત્મજ્ઞાની [21] જ સાચા ગુરુ છે અને તે જ માન્ય કરવા યોગ્ય છે. બાહ્યત્યાગી હોય કે
ભૂમિકા જમા પોતાના કુળધર્મના ગુરુ હોય, પણ જો તે આત્મજ્ઞાનરહિત હોય તો તે સગુરુપદ માટે અપાત્ર છે એવો આત્માર્થી જીવને દઢ નિશ્ચય હોય છે.
આમ, કેવા પ્રકારના ગુરુ પ્રત્યે આત્માર્થીની ભક્તિ હોય છે તે બતાવી, પરમ સદ્ભાગ્યયોગે તથા પ્રકારના આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ થઈ હોય તો આત્માર્થીની તેમના પ્રત્યેની ભક્તિ કેવી હોય તે દર્શાવતાં શ્રીમદ્ આ ગાથામાં કહે છે –
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; | ગાથા
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.” (૩૫) પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત શાસ્ત્રાદિથી જે
સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદગુરયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. (૩૫)
પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયથી સદ્ગુરુલક્ષણસંપન્ન એવા કોઈ પુરુષનો L a] યોગ થાય તો આત્માર્થી જીવ તેને પરમ ઉપકારભૂત ગણે છે, કારણ કે શાસ્ત્ર દ્વારા જે પ્રશ્ન, જિજ્ઞાસા, મૂંઝવણ આદિનું નિરાકરણ થતું નથી તે સર્વનું નિઃશંક સમાધાન તેને અહીં સાંપડે છે. આગમના અનેકવિધ હેતુ, અપેક્ષા, ન્યાય ઇત્યાદિ પ્રત્યક્ષ સદ્ગુરુ વિના સમજાતાં નથી, તેથી સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ પરમ ઉપકારક છે એમ આત્માર્થીના લક્ષમાં હોય છે. વળી, અનંત કાળમાં અનંત બાહ્ય સાધન આદર્યા પછી પણ જે તત્ત્વ ન પમાયું તે ગુરુગમે અલ્પ કાળમાં પમાય છે. સદ્ગુરુની પ્રત્યક્ષ આજ્ઞા આરાધતાં પોતાના દુર્દમ્ય દોષો અલ્પ પ્રયાસે ક્ષીણ થાય છે અને ક્ષમા, નમતા, સરળતા આદિ અનેક સદ્ગુણો સુગમપણે તથા ત્વરાથી વિકસે છે એવો તેને નિશ્ચય વર્તે છે. બીજા બધા કરતાં અધિક ચડિયાતા એવા પ્રત્યક્ષ સદ્ગુરુના પરમ ઉપકારનો અખંડ નિશ્ચય તેને નિરંતર વર્તે છે.
પ્રત્યક્ષ સગુરુનો આશ્રય તે સ્વસુખપ્રાપ્તિનો સરળતમ અને શ્રેષ્ઠ ઉપાય છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org