________________
૬૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' -
વિવેચન
બધું જ ત્યાં છે. જ્ઞાન, આનંદ, શાંતિ, નિર્મળતા વગેરે અનંત ગુણો દ્રવ્યસ્વભાવમાં પરિપૂર્ણ પડ્યા છે. તે નિધાનના આસ્વાદથી કોઈ અદ્ભુત, અલૌકિક તૃપ્તિ થાય છે. તે અનુપમ વેદન પાસે પરદ્રવ્ય અને પરભાવનું અવલંબન અત્યંત તુચ્છ અને દુઃખરૂપ લાગે છે. જ્યાં આવું આત્મજ્ઞાન છે ત્યાં જ મુનિપણું છે. મુનિપણાનો સંબંધ કેવળ પરંપરાગત ક્રિયાકાંડ કે બાહ્ય આચારો સાથે નથી, પરંતુ આત્મજ્ઞાન, અંતર્મુખવૃત્તિ અને અસંગપણા સાથે છે. ક્રિયાકાંડ અને બાહ્ય આચાર એ મુનિધર્મનું બાહ્ય સ્વરૂપ છે, જ્યારે આત્મજ્ઞાનપૂર્વકની મનોગુપ્તિ અને આંતર જાગૃતિ એ તેના પ્રાણ છે.
મુનિએ શુદ્ધાત્માનો અનુભવ કર્યો હોવાથી તેમને આત્મા સદા સમીપ જ વર્તે છે. તેઓ વારંવાર આનંદસ્વરૂપ નિજજ્ઞાયકની નિર્વિકલ્પ અનુભૂતિનો આસ્વાદ માણે છે. નિર્વિકલ્પ આનંદમાંથી બહાર આવે ન આવે અને પાછા સ્વરૂપમાં જામી જાય છે, સ્વરૂપગુપ્ત થઈ જાય છે. તેમનો તો નિવાસ જ ચૈતન્યદેશમાં છે. ઉપયોગ સૂક્ષ્મ થઈને ઊંડે ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. તેઓ જ્ઞાનમાં પ્રવીણ હોય છે, દર્શનમાં પ્રબળ હોય છે, સમાધિમાં કુશળ હોય છે, અંતરમાં તૃપ્ત હોય છે. તેમને શાંતિનો સાગર પ્રગટ્યો હોય છે. તેમને શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો હોય છે. તેઓ અંતરમાં વીતરાગતાની મૂર્તિરૂપે પરિણમી ગયા હોય છે અને બાહ્યમાં દેહ નિશ્ચેષ્ટ થઈ ગયો હોવાથી પ્રતિમા સમાન લાગે છે.
તેઓ પોતાના શાંત ચૈતન્યચંદ્રના અવલોકનથી, અનુભવથી થાકતા જ નથી. તેઓ અંતરનો આનંદ વારંવાર લેતાં અતીન્દ્રિય શક્તિઓથી ભરપૂર પોતાના ચૈતન્યચંદ્રને નીરખતાં ધરાતા જ નથી. જેમ કુદરતનો નિયમ છે કે પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના યોગે સમુદ્રમાં પૂરી ભરતી આવે છે, તેમ પૂર્ણ જ્ઞાયકચંદ્રના એકાગ્ર અવલોકનથી તેના ઉગ્ર આશ્રયથી તેમના આત્મસમુદ્રમાં આનંદ વગેરેની ભરતી આવે છે, પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે.
-
મુનિને આનંદનું આવું અનુપમ સ્વસંવેદન હોવા છતાં તે અખંડ રહેતું નથી. દૃષ્ટિ સતત ચૈતન્યતળ ઉપર હોવા છતાં ઉપયોગ અંદર ને બહાર થયા કરે છે. સ્વસંવેદન વખતે તેઓ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના નિર્વિકલ્પ આનંદમાં લીન હોય છે તથા વિકલ્પના કાળે છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ શુભમાં તેમનો ઉપયોગ જોડાય છે અને ફરી શુદ્ધોપયોગ સાધવાનો પુરુષાર્થ કરી, પાછા અંદર સરી જઈ સ્વરૂપમગ્ન થઈ જાય છે. તેઓ વિકલ્પાત્મક દશામાં હોય ત્યારે સર્વજ્ઞ ભગવાને પ્રણીત કરેલ શ્રુતાદિના ચિંતવનમાં હોય દેવ-ગુરુની ભક્તિમાં હોય, તે વખતે પણ તેમને તો ધ્રુવ જ્ઞાયકતત્ત્વની જ મુખ્યતા રહે છે. શુભ ભાવ વખતે પણ નિજ ધ્રુવ જ્ઞાયકતત્ત્વનું આલંબન સતત રહેતું હોવાથી તે શુભ ભાવના તેઓ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે, કર્તા-ભોક્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org