________________
ગાથા-૩૪
૬૧૭
છે અને તે મોક્ષના પંથે છે. બધાં જ શાસ્ત્રોના રહસ્યરૂપ આત્માના સ્વભાવની અને પરભાવની ભિન્નતા તેણે સ્વાનુભવથી જાણી લીધી છે. તે જાણે છે કે “જે શુભાશુભ ભાવ થાય છે તે હું નથી, તેમાંથી મને શાંતિ મળતી નથી, હું તો જ્ઞાનાનંદ છું અને એના જ વેદનમાં હું શાંતિ અનુભવું છું.' આમ, જ્ઞાનીને શુદ્ધાત્માની અનુભવ સહિતની પ્રતીતિ વર્તે છે. શુદ્ધાત્મસ્વભાવથી વિરુદ્ધ ભાવમાં તેમને આત્મબુદ્ધિ થતી નથી. જ્યારથી સમ્યગ્દર્શન થાય છે, ત્યારથી જ્ઞાન આ રીતે રાગથી જુદું કામ કરતું હોવાથી સમ્યગ્દર્શન સહિત જે કાંઈ જણાય છે તે બધું સમ્યજ્ઞાન જ છે.
આત્મજ્ઞાન થાય એટલે આખા જગતનું જ્ઞાન થઈ જાય એવો કોઈ નિયમ નથી. જેવો અને જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ હોય તેવું અને તેટલું જ્ઞાન થાય. જ્ઞાનનો સંપૂર્ણ ઉઘાડ ન હોવાના કારણે કદાચિત્ દોરીને સર્પ જાણે તોપણ ‘દોરી કે સર્પ બન્નેથી જુદો એવો હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું' એવું સ્વ-પરની ભિન્નતાનું જ્ઞાન તો તેમને યથાર્થ પ્રકારે રહે જ છે, તે કશે પણ જતું નથી. દોરીને દોરી જાણી હોય કે દોરીને સર્પ જાણ્યો હોય, તોપણ તેનાથી આત્મા જુદો છે એમ તેઓ જાણે છે; એટલે સ્વપરની ભિન્નતા જાણવારૂપ સમ્યપણામાં તો કાંઈ ફરક પડતો નથી. જ્યાં શુદ્ધાત્માનું શ્રદ્ધાન છે ત્યાં સમ્યજ્ઞાન છે અને જ્યાં શુદ્ધાત્માનું શ્રદ્ધાન નથી ત્યાં મિથ્યાજ્ઞાન છે: એટલે બાહ્ય જાણકારી ઓછી હોય તો એનો જ્ઞાનીને ખેદ નથી હોતો અને બાહ્ય જાણકારી વિશેષ હોય તો એનો જ્ઞાનીને મહિમા પણ નથી હોતો. મહિમાવંત તો પોતાનો આત્મા છે એમ જાણતા હોવાથી માત્ર તેના જ્ઞાનનો જ તેમને મહિમા હોય છે. જગતથી જુદા એવા પોતાના આત્માને અનુભવી લઈને જ્ઞાનનું પ્રયોજન તેમણે સાધી લીધું છે. તેઓ નિજાત્મજ્ઞાનથી સંતુષ્ટ છે, તૃપ્ત છે. આ સંદર્ભમાં શ્રી કાનજીસ્વામી કહે છે –
‘અહીં આત્મજ્ઞાન પ્રધાન કહ્યું છે. જગતની સમજણ ઝાઝી હોય કે ન હોય, ભલે શ્રુતજ્ઞાન થોડું હોય, પણ જેને આત્મજ્ઞાન હોય અને આત્માની સહજ આનંદદશા - સ્વરૂપસ્થિતિ જેને હોય તે જ્ઞાની છે; ત્યાં મુનિપણું હોય છે. જેને સાચા માર્ગનું ભાન નથી તે બીજાને માર્ગદાતા થાય તેમ બને નહીં. પ્રથમ કહ્યું હતું કે લક્ષણો નિષ્પક્ષપાતપણે કહીશ, તેથી જેમ છે તેમ અહીં કહેવાયું છે. આમ લૂગડાં રાખે તો મુનિપણું, આમ ક્રિયા કરે તો મુનિપણું વગેરે. એમ બાહ્ય લક્ષણને મુનિપણું નથી કહ્યું, પણ ડાંડી પીટીને જાહેર કર્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું છે.”
આત્મજ્ઞાન (સમ્યજ્ઞાન) એ કેવળજ્ઞાનનો અંશ છે. તે મોક્ષસુખનો સ્વાદ ચખાડતું ચખાડતું સિદ્ધપદને આપે છે. અંતરમાં નજર કરતાં ભાસે છે કે જે કંઈ જોઈએ તે ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org