________________
૬૪૮
કોઈ બીજી વિધિથી નહીં.૧
જેમ લાખો વર્ષ પહેલાં પણ ગોળ, ઘી અને લોટના મિશ્રણથી જ સુખડી થતી હતી, આજે પણ તેમ જ થાય છે અને ભવિષ્યમાં પણ તેવી રીતે જ થશે; તેમ અનંત કાળમાં અનંત જ્ઞાની ભગવંતો થઈ ગયા, તેઓ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગની આરાધનાથી મોક્ષને પામ્યા છે, આજે પણ તેમ જ થાય છે અને ભવિષ્યમાં પણ તેવી જ રીતે જીવ મોક્ષને પામશે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
આત્મસ્વરૂપની સમ્યક્ પ્રતીતિ, તેનો બોધ અને તેમાં લીનતા એ જ મોક્ષમાર્ગ હોવાથી મોક્ષમાર્ગ આત્માશ્રિત છે. નિજપરમાત્માના આશ્રયે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ પરાશ્રિત નથી. સ્વાભિમુખ સ્વાશ્રિત પરિણામ તે મોક્ષમાર્ગ છે. સ્વભાવસન્મુખ પરિણમન તે મોક્ષમાર્ગ છે. જે જીવ પરિણામને સ્વ તરફ વાળવાનો રાખવાનો પુરુષાર્થ કરતો હોય તે જ મોક્ષમાર્ગનો આરાધક છે. આત્મસ્વરૂપમાં ઉપયોગ જોડ્યા વિના જીવ ભવભ્રમણ વડે દુ:ખી થયો છે. પરલક્ષના કારણે થયેલી તેની અશુદ્ધતા શુદ્ધાત્મસ્વરૂપના લક્ષ વડે ટળતી જાય છે. શુદ્ધ આત્મસ્વભાવના આશ્રયે જ પરમાર્થમાર્ગ પ્રગટે છે, એના આશ્રયે જ તે માર્ગે આગળ વધાય છે અને એના આશ્રયે જ તેની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. પરમાર્થમાર્ગની શરૂઆતથી માંડીને તેની પૂર્ણતા સુધી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યનું જ અવલંબન છે. આ પ્રમાણે શુદ્ધાત્માની સિદ્ધિ થવી એ જ પરમાર્થનો પંથ છે અને તે ત્રણે કાળમાં એક જ છે. શુદ્ધ આત્માપણું પામવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એમ ત્રિકાળાબાધિત સ્થિતિ છે અને ગમે તે દેશ-કાળમાં એ જ એક, અખંડ અને અવિચ્છિન્ન પરમાર્થમાર્ગ છે. પરમાર્થનો પંથ ભૂત, વર્તમાન કે ભવિષ્ય કાળમાં એક જ પ્રકારનો છે અને તે અદ્વિતીય માર્ગ પામવા માટે જે જે સાધનો વ્યવહાર છે તે આદરવાં જોઈએ, અર્થાત્ તે વ્યવહારમાર્ગને માન્ય રાખવો જોઈએ. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે
‘આ ગાથામાં નિશ્ચય અને વ્યવહાર બન્નેની અગત્ય બતાવી છે. નિશ્ચય મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ દશામાં સ્થિરતારૂપ છે, ને તે માટે કરવામાં આવતો મન વચન ને કાયાનો પુરુષાર્થ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે.'૨
જ્યાં સુધી આત્માની યોગક્રિયા અટકી નથી, અર્થાત્ જ્યાં સુધી આત્મા યોગારંભી હોય છે ત્યાં સુધી કર્મબંધ છે. જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગની ક્રિયા ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર', ગાથા ૧૯૯
' एवं जिणा जिनिंदा सिद्धा मग्गं समुट्टिदा समणा 1 जादा णमोत्थु तेसिं तस्स य णिव्वाणमग्गस्स ।। '
૨- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org