________________
૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
અને સાધનાનું ઊંડામાં ઊંડું સર્વ રહસ્ય આવી જાય છે.
‘આત્મસિદ્ધિ’શબ્દની સમાલોચના, શ્રીમદ્નું મૌલિક નિરૂપણ તથા ભારતીય તત્ત્વજ્ઞાનમાં થતી આત્મસ્વરૂપની પ્રરૂપણા આદિ વિષયોને સ્પર્શી પંડિતજીએ શાસ્ત્રના વિષયની સંક્ષિપ્ત છતાં સર્વ વિભાગને પૂર્ણ ન્યાય આપતી ચર્ચા રજૂ કરી છે. શિષ્યબોધબીજપ્રાપ્તિકથન' અંગે સાહિત્યપટુતાની તેમજ સંવેદનશીલતાની દૃષ્ટિએ અપાયેલ અભિપ્રાય તથા ‘ઉપસંહાર'ને મનનીય તેમજ સુસંગત શાસ્ત્ર ઠેરવતી ભાવના પંડિત સુખલાલજીનો વિશિષ્ટ અધ્યાત્મ-અભિગમ દર્શાવે છે.
અંતમાં, પ્રસ્તાવનાકાર તુલનાત્મક અભ્યાસ દ્વારા એ તારવણી ઉપર પહોંચે છે કે આત્મવાદી બધાં દર્શનો ભિન્ન ભિન્ન પરિભાષા દ્વારા પણ એક જ ગીત ગાઈ રહ્યાં છે. ગમે તે પરંપરાના સાચા સાધકની વિચારણા કે વાણીનો અભ્યાસ કરીએ તો બાહ્ય રીતિ-નીતિમાં ભેદ હોવા છતાં તેમની આંતર ભાવનામાં કશો જ ભેદભાવ જણાશે નહીં. ગંભીરતાપૂર્ણ અને મધ્યસ્થતાપ્રે૨ક દર્શનસમાલોચનાના અંતે તેઓ લખે છે
‘દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ ‘આત્મસિદ્ધિ'ને ઉદાર દષ્ટિથી તેમ જ તુલના દૃષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મનો મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવો છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારનો યોગ આવશ્યક છે.'૧
પંડિત સુખલાલજીની વિદ્વત્તાભરી ભાષા, પ્રભુત્વપૂર્ણ શૈલી તથા શ્રીમદ્ પ્રત્યેની લાગણીના કારણે પ્રસ્તુત પ્રસ્તાવના રસપ્રદ અને સુરુચિપોષક બની છે. સાક્ષરયોગ્ય શબ્દપ્રવાહ અને ભાષાશૈલી હોવા છતાં એમાં કશે પણ ક્લિષ્ટતા કે રસક્ષતિનો ભાસ થતો નથી. શ્રીમદ્ તથા શ્રીમદ્દ્ની આ અનુભવમૂલક કૃતિનો વિશાળ સર્વગ્રાહી ખ્યાલ આપવામાં સફળ રહેલ આ લઘુ લેખ વિશિષ્ટ રીતે ઉલ્લખનીય છે.
(૪) ‘Philosophy of Srimad Rajchandra'
ડૉ. શાંતિલાલ મગનલાલ પટેલ
શ્રીમદ્ અંગે સંશોધનાત્મક અભ્યાસ કરનાર વિદ્વાન ડૉ. શાંતિલાલ મગનલાલ પટેલનો અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલો શોધપ્રબંધ ‘Philosophy of Srimad Rajchandra' ઈ.સ. ૧૯૬૫માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં રજૂ થયો હતો. તત્ત્વજ્ઞાન, ધર્મ અને અધ્યાત્મનાં ક્ષેત્રે શ્રીમદ્દા અમૂલ્ય યોગદાન અંગે શ્રી પટેલ લખે છે
-
'He mainly sought the essence of all philosophy, life and religion and ૧- ‘શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર', પૃ.૩૮ (સંપાદક : શ્રી મુકુલભાઈ કલાર્થી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org