________________
ગાથા – ૪૨
- ગાથા ૪૧માં કહ્યું કે જ્યારે સત્પાત્રદશા આવે છે ત્યારે સદ્ગુરુના બોધે જે ભૂમિકા
| સુવિચારદશા પ્રગટે છે, અર્થાત્ સદ્ગુરુના બોધે જે આત્મવિચારણા હુરે છે, તેના ફળરૂપે આત્માર્થી જીવને આત્મજ્ઞાન પ્રગટે છે અને આત્મજ્ઞાનના બળથી તે જીવ મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે છે.
- શ્રીમદે આત્માર્થીનાં લક્ષણો ગાથા ૩૪થી દર્શાવવાં શરૂ કર્યા હતાં, તે હવે આ ગાથામાં પૂર્ણ થાય છે. તેમાં તેમણે સ્પષ્ટપણે બતાવ્યું કે સવળી મતિ થતાં જીવની આત્માર્થદશા પ્રારંભાય છે અને તે દશા પૂર્ણપણે વિકાસ પામતાં જીવનો મોક્ષ થાય છે. આમ, આત્માર્થિતાની ફલશ્રુતિ મોક્ષપદ છે એમ બતાવી, હવે આત્માર્થીનાં લક્ષણો ધરાવતી વ્યક્તિને સુવિચારદશા થવા માટે જે તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ જાણવા આવશ્યક છે તેનો ઉલ્લેખ કરતાં શ્રીમદ્ કહે છે – | ગાથા)
“ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્યસંવાદથી, ભાખું પદ આંહી.” (૪૨) જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છે પદરૂપે ગુરુ-શિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. (૪૨)
આત્માર્થીનાં લક્ષણોનો સ્પષ્ટ ચિતાર આપ્યા પછી શ્રીમદ્ “આત્માર્થીલક્ષણ' જાવાય! વિભાગની આ અંતિમ ગાથામાં કહે છે કે જેનામાં આત્માર્થીપણારૂપ યોગ્યતા પ્રગટી છે, તેને સુવિચારણા જાગૃત થવા માટે અને મોક્ષમાર્ગ યથાર્થ સમજવા માટે આત્માનાં છ પદ ગુરુશિષ્યસંવાદરૂપે હવે પછી કહેવામાં આવશે. આ છ પદ યથાર્થપણે સમજાતાં જીવની મિથ્યાદષ્ટિ ટળીને સમ્યગ્દષ્ટિ થાય છે. છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ સદ્ગુરુગમે યથાર્થપણે સમજવાથી, તેની વિવેકપૂર્વક વિચારણા કરવાથી, તેની દઢ શ્રદ્ધા કરવાથી, તેની નિરંતર ભાવના કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને સમ્યગ્દર્શનને પ્રાપ્ત થયેલો પુરુષ ક્રમે કરીને સંસારનાં સર્વ દુ:ખોનો નાશ કરી પૂર્ણ મોક્ષપદને પામે છે.
શ્રીમદે આ ગાથામાં ગર્ભિતપણે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રચવાનું પ્રયોજન પણ દર્શાવ્યું છે. આત્માની સિદ્ધિ, અર્થાત્ આત્માની અનુભૂતિ કઈ રીતે થાય એ આ ગ્રંથરચનાનું પ્રયોજન છે. આત્માનુભૂતિના મૂળમાં આત્મવિચાર છે. આત્મવિચાર થવા
અર્થ|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org