________________
ગાથા-૩૮
૬૭૯
તે કષાયનો નાશ કરી શકતો નથી. આત્માર્થી જીવ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે, કષાયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે. તેને સ્પષ્ટ નિર્ણય થયો હોય છે કે ‘કષાય કરનાર હું પોતે જ છું. મારી ભૂલના કારણે જ કષાય થાય છે. કષાય કરવો કે ન કરવો તેની મને સંપૂર્ણ સ્વતંત્રતા છે. જો હું સ્વયં કષાય ન કરું તો કોઈ શક્તિ મને કષાય કરવા લાચાર કરી શકતી નથી. કર્મને આધીન થવું કે ન થવું તે મારા હાથની વાત છે. હું અનંત ચતુષ્ટયનો ધણી છું. કર્મ તો જડ છે. તે મારા સ્વભાવમાં પ્રવેશ પામ્યાં નથી, કારણ કે આત્મા સદા પોતાપણે છે, પ૨પણે નથી. જે સ્વરૂપમાં ન હોય તે ત્રણ કાળ, ત્રણ લોકમાં ક્યારે પણ નુકસાન કરી શકે નહીં.' આમ, પોતાના પૂર્ણ અને સ્વતંત્ર સ્વરૂપનો સ્વીકાર થયો હોવાથી તે કર્મના કારણે કષાય થાય છે એમ માનતો નથી. તે પોતાની મોટાઈ ભૂલી કર્મને મોટાઈ આપતો નથી. તે પોતાનો દોષ કર્મને માથે ઓઢાડવાનો પ્રયત્ન કરીને પોતે નિર્દોષ છે એવું સિદ્ધ કરવા માંગતો નથી, પણ કષાયની જવાબદારી પોતાની જ છે એમ સ્વીકારી, કષાયની મંદતા તથા તેના નાશ માટે પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લે છે. આમ, કર્મના ઉદય વખતે આત્મસ્વભાવ તરફ વળતાં કષાયો ઘટી જાય છે.
આત્માર્થી જીવને દ્રવ્યસ્વતંત્રતાની પ્રતીતિનું બળ હોય છે, તેથી તેને કષાયની ઉપશાંતતાના અભ્યાસમાં સફળતા મળતી જાય છે. તે સમજણપૂર્વક યથાર્થ પુરુષાર્થ કરતો હોવાથી તેના કષાયભાવ શાંત થતા જાય છે. ઉપશમના અભ્યાસ વડે કષાયો અને આવેશોની ગતિ મંદ થાય છે, બહિર્મુખતા ટળતી જાય છે. આ ઉપશાંતતાનો અભ્યાસ સુદૃઢપણે તથા નિરંતર થઈ શકે તે અર્થે પોતાનું આત્મબળ વધારવા માટે એક બાજુ તે સદ્ગુરુનો સમાગમ સેવે છે અને બીજી બાજુ વ્રત-તપાદિમાં વિશેષપણે પ્રવૃત્ત થાય છે, જેથી કષાયપરિણામ મંદ થતાં જાય છે. આમ, આત્માર્થા જીવ કષાયની ઉપશાંતતાના નિષ્ઠાપૂર્વકના અભ્યાસ વડે જ્ઞાનપ્રાપ્તિને યોગ્ય ભૂમિકા બનાવતો જાય છે. શ્રીમદ્ લખે છે
‘ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય.’૧
(૨) ‘માત્ર મોક્ષ અભિલાષ'
કેવળ એક મોક્ષ સિવાય જ્યાં બીજી કોઈ અભિલાષા નથી, અર્થાત્ ભવબંધનથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૬ (પત્રાંક-૭૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org