________________
ગાથા - ૧૩
અથી
ગાથા ૧૨માં કહ્યું કે શ્રીગુરુના ઉપદેશ વિના શ્રી જિનેશ્વરદેવનું અંતરંગ ભૂમિકા
સ્વરૂપ સમજાતું નથી અને સ્વરૂપ સમજાયા વિના તાત્ત્વિક લાભ થતો નથી. જીવ જો સગુરુના બોધથી શ્રી જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિન જેવી દશાને પામે.
આમ, આત્મસ્વરૂપ પામવા માટે પ્રત્યક્ષ સદ્ગુરુ એ સર્વોત્તમ સાધન છે એમ ગાથા ૧૧ તથા ૧૨માં શ્રીમદે સ્પષ્ટપણે બતાવ્યું. હવે આ ગાથામાં તથારૂપ લક્ષણયુક્ત, અનન્ય ઉપકારી એવા પ્રત્યક્ષ સગુરુનો યોગ ન હોય ત્યારે સુપાત્ર જીવે શું કરવું જોઈએ, તેનું માર્ગદર્શન આપતાં શ્રીમદ્ કહે છે –
“આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; ગાથા
પ્રત્યક્ષ સદ્દગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.” (૧૩) - જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો
ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. (૧૩)
મુમુક્ષુ યોગ્ય લક્ષણ ધરાવનારા સુપાત્ર જીવે પોતાની સાધના માટે જોઈતું ભાવાર્થ
માર્ગદર્શન પ્રત્યક્ષ સત્પરુષ પાસેથી, અર્થાત્ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર પામી ચૂકેલા મહાત્મા પાસેથી લેવું જોઈએ; પરંતુ એવા આત્મનિષ્ઠ પુરુષનો યોગ સુલભ નથી હોતો. તેથી પરમ અવલંબનરૂપ એવા સાચા સદ્ગુરુનો યોગ પ્રાપ્ત ન થયો હોય ત્યારે મુમુક્ષુ જીવે શું કરવું જોઈએ? એ માટે અત્રે કહ્યું છે કે જો પ્રત્યક્ષ સદ્દગુરુનો યોગ ન હોય તો પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીનાં સમર્થ વચનરૂપ શાસ્ત્રનો આશ્રય મુમુક્ષુ જીવને અવલંબનરૂપ છે, અર્થાત્ પ્રત્યક્ષ સદ્દગુરુનો સંયોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુમુક્ષુ માટે પોતાને જરૂરી પ્રેરણા અને પથદર્શન પ્રાપ્ત કરવા તત્ત્વજ્ઞ અનુભવીઓનાં વચનરૂપ શાસ્ત્રોનો આધાર કર્તવ્યરૂપ છે.
ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ અને પદાર્થનો યથાર્થ નિર્ણય થાય એવા “આત્માદિ અસ્તિત્વ'નાં નિરૂપક શાસ્ત્રોનું શ્રવણ-વાંચન-પરિશીલન મુમુક્ષુ જીવને પરમાર્થમાર્ગમાં સ્થિર રહેવામાં સહાયભૂત નીવડે છે. “આત્માદિ', અર્થાત્ આત્મા કહેતાં ચેતન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org