________________
૨૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી - વિવેચન આદિ કહેતાં જડ એમ જીવ અને અજીવ એવાં મૂળભૂત તત્ત્વોનું નિરૂપણ જેમાં હોય તે સતુશાસ્ત્ર ગણાય છે. આત્માનો સ્વભાવ કેવો છે? તેનો કર્મ સાથેનો અનાદિનો સંબંધ કેવો છે? તે સંબંધ કઈ રીતે દૂર થાય? નવાં કર્મો આવતાં કઈ રીતે રોકાય? લાગેલાં કર્મોનો ભોગવટો કઈ રીતે થાય? કર્મબંધ અને કષાયનો સંબંધ કેવા પ્રકારનો છે? મનોવિકારો એમાં કેવો ભાગ ભજવે છે? વગેરે પ્રશ્નોનું સમાધાન કરનાર, તેમજ કર્મ ભોગવવાનાં સ્થાનકો, આત્માનું અમરત્વ, આત્માની અપ્રગટ શક્તિ, તે શક્તિને વ્યક્ત કરવામાં સહાયભૂત સાધનો, અર્થાત્ આત્માનો મોક્ષ થવાનાં સાધનો વગેરે દર્શાવતાં શાસ્ત્રો તે સતુશાસ્ત્રો છે. આત્માને મુખ્ય કરતાં એવાં અધ્યાત્મશાસ્ત્રો સુપાત્ર જીવને સદ્ગુરુનો વિયોગ હોય ત્યારે આધારરૂપ છે. આવાં શાસ્ત્રોનાં વાંચન-પરિશીલન દ્વારા જીવનને ઊર્ધ્વગામી બનાવવાનું માર્ગદર્શન મળે છે અને દેહાત્મબુદ્ધિની ભ્રાંતિમાંથી મુક્ત થઈ સ્વરૂપને પ્રાપ્ત કરવાની તેમાંથી પ્રેરણા મળતી હોવાથી પરમાર્થમાર્ગે ટકવામાં જીવને તે સહાયભૂત નીવડે છે. પ્રત્યક્ષ સગુરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને શાસ્ત્ર અવશ્ય આધારરૂપ છે, પરંતુ તે શાસ્ત્ર જીવને સદ્ગુરુ જેટલાં ભાંતિનાં છેદક થતાં નથી. પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન સર્વોત્કૃષ્ટ જ છે, તેની તોલે આવે એવું અન્ય કોઈ સાધન નથી એમ સુપાત્ર જીવ અવશ્ય જાણે છે.
સ્વરૂપપ્રાપ્તિની ભૂમિકાએ પહોંચતાં પહેલાં જીવે સ્વરૂપનો નિર્ણય કરી,
સ્વરૂપજાગૃતિ કેળવવાની આવશ્યકતા રહે છે. આ પારમાર્થિક સ્વરૂપનિર્ણય માત્ર બુદ્ધિબળ કે તર્કબળની જ અપેક્ષા નથી રાખતો, પરંતુ વૈરાગ્ય, ઉપશમ આદિ ગુણોથી યુક્ત સુપાત્રતાની પણ અપેક્ષા રાખે છે. સુપાત્ર જીવને આત્માર્થનો લક્ષ બંધાયો હોવાથી સંસાર પ્રત્યેની તેની ભાવના મોળી પડતી જાય છે. તે સત્પરુષના ચરણને ઇચ્છનાર, સૂક્ષ્મ બોધનો સદૈવ અભિલાષી, ગુણ ઉપર પ્રશસ્ત ભાવ રાખનાર, બ્રહ્મચર્યની ચાહનાવાળો, પોતાના દોષને અપક્ષપાતપણે જોઈ દોષને ટાળવાનો દૃષ્ટિકોણ રાખનાર, ઉપયોગના સતત લક્ષવાળો, એકાંતપ્રિય, તીર્થાદિ પ્રવાસનો ઉત્સાહી, આહારવિહાર-નિહારનો નિયમી અને પોતાની મહત્તા ગોપવનાર હોય છે.
આવી સુપાત્રદશાયુક્ત જીવ આત્મસ્વરૂપનું જ્ઞાન સંપાદન કરવા માટે પોતાના બધા પ્રયાસોને જોડે છે. આત્મજ્ઞાન અને આત્મશાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય? એની જ વિચારણા અને મંથન ઘોળાતાં હોય છે અને તે અર્થે તે સદ્ગુરુનું માર્ગદર્શન ઝંખતો હોય છે, કારણ કે આત્મસ્વરૂપ પામવા માટે પ્રત્યક્ષ સદ્ગુરુ એ જ ઉત્તમોત્તમ સાધન છે એમ તે અંતરથી સ્વીકારતો હોય છે. જો કે તથારૂપ પ્રત્યક્ષ સગુરુનો યોગ આ દુષમ કળિકાળમાં પ્રાપ્ત થવો ઘણો જ દુર્લભ છે. શ્રીમદ્ લખે છે
વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરુણાશીળા
વિશેષાર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org